News of Tuesday, 18th June 2024
UPSC એક્ઝામ : દીકરીને પરીક્ષા સેન્ટરમાં એન્ટ્રી ન મળતા માતા બેહોશ : પિતા પણ આજીજી કરતા રહ્યાં છતાંય પ્રવેશ ન મળ્યો
માતાપિતાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૮: UPSCની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની તેના માતા-પિતા સાથે પરીક્ષા કેન્દ્ર થોડી મોડી પહોંચી ત્યારે નિયમ મુજબ એન્ટ્રી ગેટ બંધ હતો. ગેટ બંધ જોઈને બાળકીના માતા-પિતા રડી પડ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે.
કયારેક ટ્રાફિક હોય છે તો કયારેક ટ્રેન છૂટી જતી હોય છે તો ટ્રેન સમયસર ન અવવતી હોય કે મોદી પહોંચતી હોય છે. આ સામાન્ય કારણો છે જેના કારણે મેટ્રો સિટીમાં લોકો ઘણીવાર તેમની ઓફિસ અથવા શાળામાં સમયસર પહોંચી શકતા નથી. આવું જ કંઈક રવિવારે બન્યું હતું જેમાં એક છોકરી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના પ્રિલિમ્સ એક્ઝામના સેન્ટર પર મોડી પહોંચી હતી અને તેના માતપિતાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.હવે થયું એવું કે મોડા આવવાના કારણે વિદ્યાર્થીનીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગુરુગ્રામના આ સેન્ટરમાં જ્યારે છોકરીએ અંદર જવા માટે કોશિશ કરી પરંતુ તેને એન્ટ્રી ન મળી, ત્યારે દીકરીની મહેનત બગડતી જોઈને માતા અને પિતાની હાલત ખરાબ થવા લાગી હતી. ગુરુગ્રામના આ UPSC પરીક્ષા કેન્દ્રનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીની માતા UPSC પરીક્ષા કેન્દ્રની બહાર બેભાન જોવા મળે છે અને તેના પિતા રડતા જોવા મળે છે. પુત્રી પણ તેની માતા અને કયારેક તેના પિતાને આ સ્થિતિમાં સાંત્વના આપતી જોવા મળી હતી. વીડિયોમાં વિદ્યાર્થીની કહેતી જોવા મળે છે, ‘પાપા...પાણી પીઓ.' તમે આવું કેમ કરો છો?
આ સમગ્ર ઘટનાને કોઈએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો તે ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે છોકરીનું સેન્ટર મોડું પહોંચવું ખોટું છે, તો કેટલાક કહી રહ્યા છે કે આવી પરીક્ષામાં તો સમયની પાબંદી રાખવી જ જોઈએ. પરીક્ષા સેન્ટરના લોકો પણ ખોટા નથી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
