News of Tuesday, 18th June 2024
ત્રીજી વખત વડાપ્રધાન થયા પછી નરેન્દ્રભાઇ આજે પ્રથમ વખત પોતાના મત ક્ષેત્ર વારાણસીની મુલાકાતે

ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પ્રથમ વખત તેમના લોકસભા મતવિસ્તાર વારાણસી જઈ રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી-કિસાન યોજનાનો ૧૭મો હપ્તો જાહેર કરશે. આ હપ્તામાં ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. નરેન્દ્રભાઈ ૪ વાગ્યે એરપોર્ટ પર ઉતરશે. ૫ વાગ્યે કિસાન સન્માન સંમેલનમાં હાજરી આપી વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી નિહાળશે અને કાશી વિશ્વનાથ મંદિર જશે. તેઓ ત્રીજી વખત વારાણસીથી ૧.૫ લાખ મતના, પ્રમાણમાં ઓછા માર્જિનથી જીત્યા હતા
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
