<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

દિલ્હી જળ સંકટ વિકટ બન્યું : ટેન્કરો દેખાતા જ લડાઈ શરૂ: અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી : જુઓ વિડિઓ

કાળઝાળ ગરમી અને હીટવેવથી ત્રસ્ત દિલ્હીમાં લોકો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે:પરિસ્થિતિ એટલી વિકરાળ બની કે ટેન્કરો પણ પૂરતા પ્રમાણમાં પાણી આપી શકતા નથી

નવી દિલ્હી : દિલ્હીના લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમી અને હીટવેવથી ત્રસ્ત દિલ્હીમાં લોકો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ટેન્કરો પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકતા નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્કરથી પાણી મેળવવા માટે પણ લોકોને ભારે ધક્કામુકી સહન કરવી પડે છે. પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

  દિલ્હીવાસીઓને સંઘર્ષ કરવો પડે છે. ગીતા કોલોની, ઓખલા, વસંત વિહાર સહિતના અનેક વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થિતિ એવી છે કે દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકો ટેન્કર જોતા જ પાણી માટે દોડી આવે છે. દિલ્હીમાંથી બહાર આવતા દ્રશ્યો પરથી તમે સમસ્યાની ગંભીરતાની કલ્પના કરી શકો છો

   એક તરફ દિલ્હીની જનતા પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ નેતાઓ પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ભાજપથી લઈને કોંગ્રેસના નેતાઓ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને ઘેરી રહ્યા છે અને પાણીની સમસ્યાના ઉકેલમાં ઉદાસીન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર હરિયાણાની ભાજપ સરકાર પર પાણી ન આપવાનો આરોપ લગાવીને રાજનીતિ કરી રહી છે.

  ભાજપ આ જળ સંકટને કેજરીવાલ સરકારની બેદરકારી અને વોટર બોર્ડના ભ્રષ્ટાચારને કારણે ઉભી થયેલી સમસ્યા ગણાવી રહ્યું છે.

(1:00 PM IST)