News of Tuesday, 18th June 2024
લોરેન્સ બિશ્નોઈનો કથિક વીડિયો વાયરલ થવા મામલે મોટો ખુલાસો: જેલ અધિકારીએ કહ્યું - આ સાબરમતી જેલનો નથી : જુઓ વિડિઓ
આ વીડિયો એડિટ કરેલો હોય શકે અને AI દ્વારા પણ વીડિયો એડિટ કરેવામાં આવેલો હોઈ શકે છે. આ વીડિયો પહેલાનો પણ હોઇ શકે છે.

અમદાવાદ સાબરમતી જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિક વીડિયો વાયરલ થવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેલ અધિકારીએ આ મામલે મોટી વાત કરતા કહ્યું કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. દર વર્ષે ઈદ આવતી હોય છે ત્યારે આ કઈ ઈદ નો વીડિયો છે તે ખ્યાલ આવી શકે નહિ. તેમજ આ વીડિયો એડિટ કરેલો હોય શકે છે અને AI દ્વારા પણ વીડિયો એડિટ કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે સાબરમતી જેલના DySP પરેશ સોલંકીએ સામે આવીને વીડિયો અંગે મોટો ખુલાસો કર્યો છે. જેલના અધિકારીએ કહ્યું હતુ કે આ વીડિયો પહેલાનો પણ હોઇ શકે છે.
લોરેન્સને ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યાં તેની પર જેલર અને એટીએસ બન્ને દેખરેખ રાખી રહી છે. આ વીડિયો એડિટ કરેલો હોય શકે છે અને AI દ્વારા પણ વીડિયો એડિટ કરેવામાં આવેલો હોઈ શકે છે.
જેલના અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે જો જો ભવિષ્યમાં વીડિયોની પુષ્ટિ થશે તો કાર્યવાહી જરુર કરવામાં આવશે. સાથે જેલમાં દિવસમાં બે વખત મોબાઈલ અંગે ચેકીંગ કરવામાં આવે છે ત્યારે આ વીડિયો જેલનો નથી તેમજ તે લોરેન્સ ને ખાસ બેરેક માં રાખવામાં આવ્યો છે અને તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
