<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

યુએસના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકારની નરેન્‍દ્રભાઇ સાથે મુલાકાત

અંતરિક્ષ, એઆઇ અને સેમી કંડકટર ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્‍ચે પ્રગતિ અંગે ચર્ચા

નવી દિલ્‍હી, તા.૧૮: નરેન્‍દ્રભાઇની અમેરિકાના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવને મુલાકાત કરી હતી. સુલવીન ક્રિટીકલ એન્‍ડ ઇર્મીજીંગ ટેકનોલોજી પર પહેલ અંતર્ગત ભારત - અમેરિકા શિખર સંમેલનની બીજી બેઠકમાં સામેલ હોવા પર ભારત યાત્રાએ આવ્‍યા છે.

સુલવીને નરેન્‍દ્રભાઇને પીએમ મોદીને ધ્‍વીપક્ષીય સહયોગના ક્ષેત્રોમાં વિશેષ કરીને સેમીકંડકટર, એઆઇ, ટેલીકોમ, રક્ષા, અંતરિક્ષ તથા ઉભડતા પ્રોદ્યોગીકીઓ પર પ્રગતિ અંગે અવગત કરાવ્‍યા હતા. તેમણે ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે પર મુલાકાત કરી હતી.ઉપરાંત ભારતના એનએસએ ડોભાલ સાથે સાથે ભારત - અમેરિકા વચ્‍ચે અંતરિક્ષમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઇ હતી. અમેરિકાએ કહ્યું કે ઇસરોના અંતરિક્ષ યાત્રીઓને જોનસન સ્‍પેસ સેન્‍ટરમાં નાસા દ્વારા પ્રશિક્ષણ અપાશેનું જણાવ્‍યું હતું

(2:57 PM IST)