<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

લગ્ન માટે કન્‍યા નહીં શોધી આપનાર મેટ્રિમોનિયલ સાઇટને દંડ

કન્‍ઝ્‍યુમર ફોરમે કેરળ મેટ્રિમોનીને વ્‍યાજ સાથે ફી પરત કરવાનો આદેશ આપ્‍યો વળતર તરીકે રૂા. ૨૫,૦૦૦ અને કેસના ખર્ચ પેટે રૂા. ૩,૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્‍યો

એર્નાકુલમ તા. ૧૮ : કેરળની એક જિલ્લા ગ્રાહક અદાલતે તાજેતરમાં એક પુરૂષ માટે કન્‍યા શોધવામાં નિષ્‍ફળ જવા બદલ મેટ્રિમોનિયલ સાઇટને જવાબદાર ઠેરવી છે. એટલું જ નહીં, તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્‍યો છે અને આ ઉપરાંત પીડિત ફરિયાદીને ખર્ચની રકમ વ્‍યાજ સહિત પરત કરવાનો આદેશ પણ આપ્‍યો છે. આ મામલો કેરળના એર્નાકુલમનો છે, જયાં ડિસ્‍ટ્રિક્‍ટ કન્‍ઝ્‍યુમર ડિસ્‍પ્‍યુટ્‍સ રિડ્રેસલ ફોરમ એ કેરળ મેટ્રિમોનીને પીડિતને વળતર તરીકે ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્‍યો છે.

પીડિત ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે મેટ્રિમોનિયલ સાઇટ તેના માટે કન્‍યા શોધવાનું વચન પૂરું કરવામાં નિષ્‍ફળ રહી હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે ડિસ્‍ટ્રિક્‍ટ ફોરમના પ્રમુખ ડીબી બિનુ અને ફોરમના સભ્‍યો રામચંદ્રન વી અને શ્રીવિદ્યા ટીએન વિવાદમાં એવા નિષ્‍કર્ષ પર આવ્‍યા હતા કે કેરળ મેટ્રિમોની સેવા આપવામાં નિષ્‍ફળ રહી હતી. આ પછી ફોરમે ૧૫ મેના રોજ મેટ્રિમોની સાઇટ વિરૂદ્ધ ઓર્ડર પાસ કર્યો હતો.

કોર્ટમાં જતાં પહેલા, ફરિયાદીએ સોશિયલ મીડિયા પર લોકો પાસેથી અભિપ્રાય માંગ્‍યો હતો કે શું તેઓ પણ તેની જેમ મેટ્રિમોની સાઇટ્‍સનો ભોગ બન્‍યા છે. ગ્રાહક અદાલત દ્વારા આ જાહેર અભિપ્રાયોને હકીકત તરીકે ગણ્‍યાં હતાં.

ચેરથલાના રહેવાસીએ મે ૨૦૧૯માં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. તેણે આરોપ મૂક્‍યો હતો કે તેણે ૨૦૧૮ની શરૂઆતમાં કેરળ મેટ્રિમોની સાઇટ પર પોતાનો બાયોડેટા રજીસ્‍ટર કરાવ્‍યો હતો. ત્‍યારબાદ, કેરળ મેટ્રિમોનીના પ્રતિનિધિઓએ તેમના ઘર અને ઓફિસની મુલાકાત લીધી અને તેમને ત્રણ મહિનાના સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે રૂ. ૪,૧૦૦ ચૂકવવા વિનંતી કરી જેથી તેઓ સંભવિત કન્‍યા સાથે મેળાપ કરાવી શકાય.

ફરિયાદીએ જણાવ્‍યું હતું કે તેણે રકમ ચૂકવ્‍યા છતાં તે કેરળ મેટ્રિમોનીનો સંપર્ક કરવામાં નિષ્‍ફળ ગયો હતો. અંતે નિરાશ થઈને ફરિયાદીએ ગ્રાહક ફોરમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.ᅠ

સાઇટે એવો પણ દાવો કર્યો હતો કે કેરળ મેટ્રિમોનીએ ક્‍યાંય જણાવ્‍યું નથી કે તેઓ ફરિયાદીના લગ્નની વ્‍યવસ્‍થા કરશે અને ફરિયાદી આવી કોઈ ગેરંટીનો પુરાવો પણ રજૂ નહીં કરી શકે. પરંતુ, ગ્રાહક ફોરમે નોંધ્‍યું હતું કે સાઇટ પાસે તે ગ્રાહકને કઈ સેવાઓ પ્રદાન કરે છે તે દર્શાવવા માટે પૂરતા પુરાવા પણ નથી. તેથી, કન્‍ઝ્‍યુમર ફોરમે કેરળ મેટ્રિમોનીને ફરિયાદીને વ્‍યાજ સાથે રૂ. ૪,૧૦૦ની ફી પરત કરવાનો આદેશ આપ્‍યો હતો, ઉપરાંત તેને વળતર તરીકે વધારાના રૂ. ૨૫,૦૦૦ અને મુકદ્દમાના ખર્ચ તરીકે રૂ. ૩,૦૦૦ ચૂકવવા આદેશ આપ્‍યો હતો

(4:16 PM IST)