<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

વર્લ્ડકપમાં પાકિસ્તાનના ઘોર પરાજયને પચાવી ના શક્યો હારિસ રઉફ :ચાહક સાથે મારામારી કરવા લાગ્યો :જુઓ વીડિયો

ગુસ્સામાં રઉફ તેણે મારવા માટે દોડયો તેમની પત્ની તેણે રોકવાનો પ્રયાસ કરે છે.

pic.twitter.com/d2vt8guI1m

મુંબઈ : ટી20 વિશ્વકપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી જ પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયું છે, જે ન તો પૂર્વ ખેલાડીઓને પસંદ આવી રહ્યું છે ન તો બાબર આઝમના ખેલાડીઓને. આ વચ્ચે ફાસ્ટ બોલર હારિસ રઉફનું એક એવું કારનામું સામે આવ્યું છે જેણે જોઈને તમામ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. પાકિસ્તાનની શરમજનક હારથી નારાજ જોવા મળતા રઉફ એક ફેન સાથે મારામારી કરતો જોવા મળ્યો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપમાં ગ્રુપ-એમાં સામેલ હતી જેમાં ભારત, અમેરિકા, કેનેડા અને આયરલેન્ડ પણ હતા. પાકિસ્તાનને અમેરિકા અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેણે કેનેડા અને આયરલેન્ડ પર જીત મેળવી. પાકિસ્તાન ચાર મેચમાં બે જીત અને બે હારની સાથે ચાર પોઈન્ટ લઈને ત્રીજા નંબરે રહ્યું. ગ્રુપ-એથી ભારત 7 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું, જ્યારે અમેરિકા પાંચ પોઈન્ટ લઈને ગ્રુપથી સુપર-8માં પહોંચનારી બીજી ટીમ બની.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ફેનની સાથે મારામારી કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. વીડિયોમાં રઉફ પોતાની પત્નીની સાથે ફુટપાથ પર ચાલી રહ્યો છે, જ્યારે કથતિ રીતે પ્રશંસક દ્વારા તેની મજાક કરવામાં આવી. ગુસ્સામાં રઉફ તેણે મારવા માટે દોડતો જોવા મળે છે પરંતુ તેમની પત્ની તેણે રોકવાનો પ્રયાસ કરે છે. જો કે વીડિયો સ્પષ્ટ રીતે સંભળાતો નથી, રઉફ પ્રશંસકને કહતો સંભળાય છે કે તે ભારતીય હશે, જેના પર પ્રશંસક જવાબ આપે છે કે તે એક પાકિસ્તાની છે. આ દરમિયાન અનેક લોકો ત્યાં એકઠાં થઈ જાય છે.

સોમવારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના કેટલાંક ખેલાડી ખરાબ પ્રદર્શન બાદ, કેટલાંક ખેલાડી સીધા પોતાના દેશ પાકિસ્તાન ન જતાં લંડનમાં રજા માણવ જશે. રિપોર્ટ મુજબ કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ આમિર, ઈમાદ વસીમ, હારિસ રઉફ, શાદાબ ખાન અને આઝમ ખાન સ્વદેશ રવાના થતા પહેલાં લંડનમાં રજાઓનો આનંદ માણશે. મીડિયા રિપોર્ટ મુજબ આ છ ખેલાડીઓ ઉપરાંત ટીમના અન્ય સભ્યો પાકિસ્તાન જવા રવાના થશે. બાબર સહિત આ ખેલાડીઓએ લંડનમાં પોતાના પરિવાર અને મિત્રોની સાથે સમય વિતાવવાનો નિર્ણય લીધો છે.

(7:31 PM IST)