News of Tuesday, 18th June 2024
ગંગા આરતીમાં પાંચમી વખત ઉપસ્થિત પીએમ મોદી આસ્થામાં તલ્લીન થયા :દશાશ્વમેઘ ઘાટ દીવડાંથી ઝળહળ્યું : જુઓ વિડિઓ
વડાપ્રધાન તાળી વગાડતા, ભજન ગણગણતા, આસ્થાની ગંગામાં ગોથું લગાવતા મંત્રમુગ્ધ બન્યા :દશાશ્વમેઘ ઘાટ પર ઉત્તરવાહિની મા ગંગાની વિધિવત વૈદિક રીત રિવાજથી પૂજન અર્ચન કર્યાં

#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi and Uttar Pradesh Chief Minister Yogi Adityanath perform pooja at Dashashwamedh Ghat in Varanasi. pic.twitter.com/cOhCXN4JGf
— ANI (@ANI) June 18, 2024
નવી દિલ્હી : પીએમ મોદી ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ બાદ મંગળવારે તેઓ પહેલી વખત બનારસ પહોંચ્યા, અને દશાશ્વમેઘ ઘાટ પર ઉત્તરવાહિની મા ગંગાની વિધિવત વૈદિક રીત રિવાજથી પૂજન અર્ચન કર્યાં. સાથે જ અહીં થતી વિશ્વ પ્રસિદ્ધ મા ગંગાની આરતીમાં પાંચમી વખત ઉપસ્થિત રહ્યાં.
આ દરમિયાન વડાપ્રધાન મોદી ભાવ વિભોર જોવા મળ્યા. ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદીનું સન્માન કરાયું. તેમણે રુદ્રાક્ષની માળા, પ્રસાદ તરીકે લાલ પેંડા આપવામાં આવ્યા. પ્રતીક ચિન્હમાં મા ગંગા, આરતીનો પ્રતીક ફોટો અને પીએમનું ચિત્ર સામેલ રહ્યાં.
PM મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટ પર પહોંચતા જ જનતાએ હર હર મહાદેવના ઉદ્ઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું. ગંગામાં બનેલા ખાસ ફ્લોટિંગ જેટી પર વડાપ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મા ગંગાની વિધિ વિધાનથી પૂજન અને આરતી કર્યાં. વડાપ્રધાન, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટના મણિ પર બેસીને આરતી પહેલા ભજન પણ સાંભળ્યા
. આ દરમિયાન વડાપ્રધાન તાળી વગાડતા, ભજન ગણગણતા, આસ્થાની ગંગામાં ગોથું લગાવતા મંત્રમુગ્ધ જોવા મળ્યા. મોડી સાંજે શંખનાદ પછી મોદી તાળી વગાડતા જોવા મળ્યા. અંતે તમામે જયકાર પણ કર્યો. ભવ્ય મહાઆરતીમાં સાતની જગ્યાએ 9 અર્ચકોએ મા ગંગાની આરતી કરી જે બાદ 18 દેવ કન્યાઓએ આ મહાઆરતીને ભવ્ય રુપ આપ્યું.
વડાપ્રધાનના આગમનના પ્રસંગે મા ગંગાની આરતી 9 અર્ચકોએ કરી તો 18 કન્યાઓએ રિદ્ધિ-સિદ્ધિના રુપમાં આ મહાઆરતીમાં ઉપસ્થિત રહી. વડાપ્રધાનના આગમન તેમજ મા ભાગીરથીની આ મહાઆરતીના અવસરે દશાશ્વમેઘ ઘાટને સૂરજમુખી, રજનીગંધા સહિતના ફુલની માળાઓથી ભવ્ય રુપ અપાયું હતું તેમજ ઘાટને દીવડાંથી ઝગમગાવ્યું હતું. ગંગા પૂજન દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આનંદીબહેન પટેલ તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં.
#WATCH | Uttar Pradesh: Ramjanam Yogi blows conch at the Dashashwamedh Ghat in Varanasi in the presence of Prime Minister Narendra Modi, Uttar Pradesh Governor Anandiben Patel, Chief Minister Yogi Adityanath. pic.twitter.com/ZrafwVYS8W
— ANI (@ANI) June 18, 2024
#WATCH | Ganga Aarti performed at Dashashwamedh Ghat in Varanasi in the presence of Prime Minister Narendra Modi, Uttar Pradesh Governor Anandiben Patel and Chief Minister Yogi Adityanath. pic.twitter.com/D8p7D0civw
— ANI (@ANI) June 18, 2024
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
