News of Wednesday, 19th June 2024
મહારાષ્ટ્ર ભાજપના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય, કોર ગ્રુપની બેઠકમાં લેવાયો નિર્ણય
બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓએ હાજરીમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને મહારાષ્ટ્ર બીજેપી કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બેઠકમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી
મહારાષ્ટ્ર ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાવ સાહેબ દાનવે અને ચંદ્રશેખર બાવન કુલે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. .
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મહારાષ્ટ્ર બીજેપીના નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બેઠક બાદ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કયાં મત મળ્યા, કયાં ન મળ્યા અને કયા સુધારા કરવા જોઇએ તેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
