<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન કેમ્પસની મુલાકાત લેતા પીએમ મોદી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

નાલંદાનો આપણા ભવ્ય ભૂતકાળ સાથે ઊંડો સંબંધ છે. આ યુનિવર્સિટી ચોક્કસપણે યુવાનો માટે એક ઉત્તમ સ્થળ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે:પીએમ મોદીનું ટવીટ

નવી દિલ્હી : પીએમ મોદી નાલંદા પહોંચી ગયા છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન કેમ્પસની મુલાકાતે છે. પીએમ મોદી ટૂંક સમયમાં નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું, "આ આપણા શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ ખાસ દિવસ છે. આજે સવારે લગભગ 10:30 વાગ્યે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. નાલંદાનો આપણા ભવ્ય ભૂતકાળ સાથે ઊંડો સંબંધ છે. આ યુનિવર્સિટી ચોક્કસપણે યુવાનો માટે એક ઉત્તમ સ્થળ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે." ,

(11:15 AM IST)