તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
આજથી વટસાવિત્રી વ્રત : એકમનો ક્ષય, શુક્રવારે પૂનમ

મુંબઇ તા. ૧૯ : હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી ભીમ એકાદશીની મંગળવારે ઉજવણી સાથે જ ઉપવાસ, પૂજા-અર્ચના, ધાર્મિક ક્રિયાનો દોર જોવા મળ્યો હતો. જયારે હવે આજે વટસાવિત્રી વ્રતનો આરંભ થશે, પરંતુ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે શુક્રવારે વ્રતની પૂનમ ઉજવાશે. ઉપવાસ, વ્રત સાથે જોડાયેલા બન્ને પર્વોમાં તિથિના વિચિત્ર સંયોગને કારણે હિન્દુ બિરાદરો, મહિલાઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન મંગળવારે ભીમ એકાદશીએ નિર્જળા ઉપવાસ કરવાનું ભારે મહાત્મ્ય હોય હજારો શ્રદ્ધાળુઓએ એક દિવસના નક્કોરડા ઉપવાસ કર્યા હતા. જયારે હવે એકમની ક્ષય તિથિ વચ્ચે શુક્રવારે વટસાવિત્ર વ્રતની પૂનમ ઉજવાશે. ચાલુ વર્ષે એકાદશીની વૃદ્ધિ તિથિ અને એકમની ક્ષય તિથિને કારણે ભીમ એકાદશી. વટસાવિત્રી વ્રતની પૂનમને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે.વટસાવિત્રી વ્રતની પૂનમને લઈને જુદા જુદા મત જોવા મળી રહ્યા છે. શનિવારે એકમની ક્ષય તિથિ છે અને જેઠ સુદ પૂનમનો ઉલ્લેખ હોય ક્યારે વટસાવિત્રી વ્રતની પૂનમ કરવી તે અસમંજસ હોવાનો મત જયોતિષી આપી રહ્યા છે. આ મુદ્દે મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, એકમની ક્ષય તિથિ વચ્ચે શુક્રવારે જ વટસાવિત્રી વ્રતની પૂનમ, વટસાવિત્રી વ્રત સમાપ્ત થાય છે. જયારે વટસાવિત્રી વ્રતનો ધાર્મિક ક્રિયા, વિધિવિધાન સાથે બુધવારે આરંભ થાય છે. બુધવારે ૧૯ જૂનના રોજ પ્રદોષ, અમૃતસિદ્ધિયોગ પણ બની રહ્યા છે. શુક્રવારે વ્રતની પૂનમ હોય મહિલા, સૌભાગ્યવતીઓ પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ કરશે. ધાર્મિક ક્રિયા, પરંપરા પ્રમાણે વડની પૂજા કરશે. શુક્રવારે સાંજે ૬.૧૯ વાગ્યા સુધી જયેષ્ઠા નક્ષત્ર છે અને સાંજે ૬.૪૨ વાગ્યા સુધી શુભ યોગ છે. શનિવારે એકમનો ક્ષય, જેઠ પૂર્ણિમા, વટસાવિત્રી વ્રતના પારણાં, કબીર જયંતી, ગુરુ ગોવિંદસિંહ જયંતી જેવા અવસરો, પર્વ પણ આવશે.
આ વખતે જેઠ કૃષ્ણ પક્ષમાં બે ક્ષય તિથિનો સંયોગ
જયોતિષીએ વધુમાં જણાવ્યા મુજબ, આ વખતે જેઠ કૃષ્ણ પક્ષ એટલે કે જેઠ વદમાં બે ક્ષય તિથિનો વિચિત્ર સંયોગ આવી રહ્યો છે. એકમની ક્ષય તિથિ સાથે કૃષ્ણ પક્ષનો આરંભ થશે. શનિવારે એકમનો ક્ષય છે અને રવિવારે જેઠ કૃષ્ણ પક્ષની પહેલી તિથિ બીજ આવે છે. ત્યારબાદ તેરસનો પણ ક્ષય આવી રહ્યો છે, જેઠ શુકલ પક્ષમાં એકાદશીની વૃદ્ધિ તિથિ બાદ જેઠ કૃષ્ણ પક્ષમાં બે તિથિનો સંયોગ આવી રહ્યો છે. ૩ જુલાઇના બુધવારે તેરસના ક્ષય સાથે બારસ રહેશે. જયારે ગુરુવારે ચૌદશ અને પછી ૫ જુલાઇના રોજ દર્શ અમાસની ઉજવણી થશે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
