તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
૨૦ વર્ષથી ઓફિસમાં કોઈ કામ નથી આપતું, બેઠાબેઠા મળે છે પગાર, હવે મહિલાએ કંટાળીને કંપની પર ઠોકી દીધો કેસ
લોકો નોકરીમાં કામ કરતા-કરતા કંટાળી જાય છે : જયારે આ મહિલાને એ દુઃખ છે કે, તે રોજે ઓફિસે જાય છે પણ કોઈ કામ નથી આપતું: આ સિલસિલો એકાદ-બે મહિનાથી નહીં પરંતુ છેલ્લા ૨૦ વર્ષોથી ચાલી રહ્યો છે : નાછૂટકે મહિલાએ કંપની પર કેસ ઠોકી દીધો છે

પેરિસ તા. ૧૯ : સમાનતા અને આર્થિક રીતે સ્વતંત્ર હોવા વિશે ઘણું સાંભળ્યું હશે. શું આ બધી બાબતો જેવી દેખાય તેવી જ હોય છે? શું માત્ર ઓફિસે પહોંચીને પગાર લેવો પૂરતો છે? આ સવાલ એટલા માટે છે, કેમ કે ફ્રાન્સમાં રહેતી એક મહિલાનો દાવો છે કે તેના સ્વાસ્થ્યના કારણોસર તેને ઓફિસમાં કોઈ કામ આપવામાં આવતું નથી.
લોકો નોકરીમાં કામ કરતા-કરતા કંટાળી જાય છે અને આ મહિલાને એ દુૅંખ છે કે, તે રોજે ઓફિસે જાય છે પણ કોઈ કામ નથી આપતું. આ સિલસિલો એકાદ-બે મહિના માટે નહીં પરંતુ છેલ્લા ૨૦ વર્ષોથી ચાલી રહ્યો છે. નાછૂટકે મહિલાએ કંપની પર કેસ ઠોકી દીધો છે.
લોરેન્સ વેન વાસેનહોવ નામની મહિલાનો દાવો છે કે તે સરકારી નોકરી કરે છે અને વર્ષ ૧૯૯૩માં ફ્રાન્સ ટેલિકોમમાં ભરતી થઈ હતી. મહિલાને તેના હાથ અને ચહેરા પર આંશિક પેરાલિસિસ એટેક થયો હતો અને તેનો જન્મ થતાં જ તે ખેંચનો શિકાર બની હતી. એવામાં, તેની સ્થિતિને ધ્યાન રાખીને તેને કામ સોંપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૨ સુધી બધું બરાબર ચાલ્યું.
પરંતુ જયારે તે બીજી ઓફિસમાં ટ્રાન્સફર થઈ ત્યારે અહીં સંજોગો અલગ થઈ ગયા. ત્યાં સુધીમાં ફ્રાન્સ ટેલિકોમને ઓરેન્જ નામની કંપનીએ ટેકઓવર કરી લીધું હતું, જેમાં મહિલાને તેની સમસ્યાના કારણે તેને પદ આપ્યું ન હતું. જો કે તેને છેલ્લા ૨૦ વર્ષથી સમયસર પગાર મળી રહ્યો છે.
મહિલાએ પોતાની વાત રાખતા ઓથોરિટી સુધી પહોંચવાની કોશિશ કરી, પરંતુ તેને કોઈ ફાયદો થયો નહીં. એવામાં તેણે પોતાની કંપની સામે કેસ દાખલ કર્યો. મહિલાના વકીલનું કહેવું છે કે, કંપનીએ તેને કામ આપવાના બદલે વગર કામ કર્યા સેલેરી આપવાનું પસંદ કરે છે. મહિલાએ દાવો કર્યો કે, આ રીતે તેને નોકરી છોડવા માટે મજબૂર કરાઈ રહ્યું છે. તેણે કંપની પર ભેદભાવ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, કંપનીનું કહેવું છે કે, મહિલાઓ માટે સારું વર્ક કલ્ચર આપે છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
