<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અયોધ્‍યાના રામ મંદિરમાં ગોળીબાર : સુરક્ષામાં તૈનાત SSF જવાનનું શંકાસ્‍પદ મોત

પોલીસ સૂત્રોએ જણાવ્‍યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને ઘાયલ સૈનિકને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા પણ ડોકટરોએ જવાનને મૃત જાહેર કર્યા

અયોધ્‍યા રામ મંદિરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UP ના અયોધ્‍યામાં રામ જન્‍મભૂમિ સ્‍થિત રામ મંદિરમાં એક SSF જવાનનું શંકાસ્‍પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું છે . પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના સવારે ૫.૨૫ વાગ્‍યે બની હતી. પોલીસ સૂત્રોએ જણાવ્‍યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને ઘાયલ સૈનિકને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા. હોસ્‍પિટલમાં ડોક્‍ટરોએ સૈનિકને મળત જાહેર કર્યો હતો. જવાનની ઓળખ ૨૫ વર્ષીય શત્રુઘ્‍ન વિશ્વકર્મા તરીકે થઈ છે. તેઓ આંબેડકરનગરના રહેવાસી હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ રામજન્‍મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો. શત્રુઘ્‍ન લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તેમને ગોળી વાગી હતી. જેને લઈ સાથી સૈનિકો તેમને હોસ્‍પિટલ લઈ ગયા. અહીંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્‍ટરમાં રિફર કરવામાં આવ્‍યા પરંતુ ત્‍યાંના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

 

 

 

 

(12:57 PM IST)