તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
તત્કાલીન યુપીએ સરકારે નાલંદા યુનિવર્સિટી માટે કોઈ દરકાર લીધી નહીં :નીતીશકુમારના પ્રહાર
મુખ્યમંત્રીએ કહ્યું - બિહાર સરકારે પોતે પહેલ કરી અને 455 એકર જમીન સંપાદિત કરી. બાદમાં જ્યારે કેન્દ્રમાં મોદીજીની સરકાર બની ત્યારે અમને મદદ મળી.

પટના : નાલંદા યુનિવર્સીટીના ઉદ્ધઘાટન સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું હતું કે નાલંદા યુનિવર્સિટી 12મી સદીમાં નષ્ટ થઈ ગઈ હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે 2006માં નાલંદા યુનિવર્સિટીની પુનઃસ્થાપનાની વાત કરી હતી. તેમણે અમારી બિહાર વિધાનસભામાં આ વાત કહી હતી. ત્યારથી અમે નાલંદા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની પહેલ શરૂ કરી.
નીતીશકુમારે વધુમાં કહ્યું હતું કે જ્યારે અમે તત્કાલીન કેન્દ્ર સરકાર (યુપીએ)ને વિનંતી કરી હતી, ત્યારે તેઓ સાંભળતા ન હતા. પછી બિહાર સરકારે પોતે પહેલ કરી અને 455 એકર જમીન સંપાદિત કરી. બાદમાં જ્યારે કેન્દ્રમાં મોદીજીની સરકાર બની ત્યારે અમને મદદ મળી. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 2016માં આવ્યા હતા અને નાલંદા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
