<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

વિની ઇમિગ્રેશન એન્‍ડ એજ્‍યુકેશન સર્વિસીઝની પબ્‍લિક ઇશ્‍યૂ દ્વારા રૂ ૯.૧૩ કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ કાલે ખૂલશે

મુંબઈ, તા.૧૯: વિઝા કન્‍સલ્‍ટન્‍સી અને ઇમિગ્રેશન સર્વિસીઝના વ્‍યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્‍થિત વિની ઇમિગ્રેશન એન્‍ડ એજ્‍યુકેશન સર્વિસીઝ લિમિટેડ તેના એસએમઈ પબ્‍લિક ઇશ્‍યૂથી રૂ. ૯.૧૩ કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જના એનએસઇ ઇમર્જ પ્‍લેટફોર્મ પર તેનો પબ્‍લિક ઇશ્‍યૂ લોન્‍ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્‍લિક ઇસ્‍યૂ સબ્‍સ્‍ક્રીપ્‍શન માટે ૨૦ જૂને ખૂલશે અને ૨૪ જૂને બંધ થશે. ઇશ્‍યૂ દ્વારા એકત્રિત કરાયેલા ફંડ્‍સનો નવી ઓફિસ ખોલવા, સોફ્‌ટવેર ડેવલપમેન્‍ટ, દેવાની ચૂકવણી, બ્રાન્‍ડિંગ અને એડવર્ટાઇઝિંગ તથા સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ સહિત વેપારના વિસ્‍તરણ માટે કરવામાં આવશે. ઇન્‍ટરેક્‍ટિવ ફાઇનાન્‍શ્‍યિલ સર્વિસીઝ આ ઇશ્‍યૂની લીડ મેનેજર છે.

રૂ. ૯.૧૩ કરોડના આઈપીઓમાં રૂ.૧૪૦ પ્રતિ શેરના ભાવે રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુના ૬.૫૨ લાખ ઇક્‍વિટી શેરના ફ્રેશ ઇશ્‍યૂનો સમાવેશ થાય છે. રૂ. ૯.૧૩ કરોડના ફ્રેશ ઇશ્‍યૂમાંથી કંપની રૂ. ૨.૮૮ કરોડનો ઉપયોગ સોફ્‌ટવેર ડેવલપમેન્‍ટ માટે, રૂ.૯૭ લાખ સમગ્ર ભારતમાં ઓફિસો ખોલવા માટે, રૂ. ૧.૫૯ કરોડ દેવાની ચૂકવણી માટે, રૂ. ૧ કરોડ બ્રાન્‍ડિંગ અને જાહેરાત માટે, રૂ. ૧.૯૯ કરોડનો ઉપયોગ સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે. એપ્‍લિકેશન માટે લઘુત્તમ લોટ સાઈઝ ૧૦૦૦ શેર છે જેનાથી દરેક અરજીનું મૂલ્‍ય રૂ. ૧.૪૦ લાખ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્‍વોટા નેટ ઓફરના ૫૦ ટકા પર રાખવામાં આવ્‍યો છે. પ્રમોટર હોલ્‍ડિંગ ઇશ્‍યૂ પૂર્વે ૮૩.૬૩ ટકા છે જે ઇશ્‍યૂ પછી ૫૮.૫૧ ટકા હશે.

(3:00 PM IST)