તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
PM મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! સેન્સેક્સમાં ૫,૦૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૪૨.૪ લાખ કરોડનો વધારો
વડાપ્રધાન મોદીએ ચૂંટણી પરિણામો બાદ શેરબજારમાં રેકોર્ડ ઉછાળાની વાત કરી હતી. ૪ જૂને માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ તે પછી માર્કેટમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે : છેલ્લા નવ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૫,૦૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે

નવી દિલ્હી, તા.૧૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરબજાર તમામ જૂના રેકોર્ડ તોડીને નવા શિખરે પહોંચશે. જો કે ૪ જૂને શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને વિપક્ષી પાર્ટીઓ પણ આના પર સવાલ ઉઠાવી રહી છે. પરંતુ ચૂંટણી પરિણામો બાદ મોદીની તેજીની આગાહી સાચી સાબિત થઈ છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ BSE સેન્સેક્સમાં ૫,૨૨૨ પોઈન્ટનો વધારો થયો છે. છેલ્લા ૯ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. આ સાથે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૪૨.૪ લાખ કરોડ રૂપિયા વધીને ૪૩૭.૨૪ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
૪ જૂને નિફ્ટી છ ટકા ઘટી હતી. પરંતુ શેરબજારમાં તે પછીના ઉછાળાથી બજારના નિષ્ણાતોને પણ આશ્ચર્ય થયું છે. ઘણા વિશ્લેષકોએ આગાહી કરી હતી કે સામાન્ય ચૂંટણીમાં ખંડિત આદેશને કારણે બજાર ૧૦% સુધી ઘટી શકે છે. ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા હતા પરંતુ બજારનો ઉછાળો ઓછો ચોંકાવનારો નથી. SAMCO સિકયોરિટીઝના માર્કેટ પરિપ્રેક્ષ્ય અને સંશોધનના વડા અપૂર્વ શેઠે જણાવ્યું હતું કે, બજારને સમજાયું છે કે આ ગઠબંધન સરકાર અગાઉની સરકારો કરતા અલગ હશે. અગાઉના ગઠબંધનને નબળા માનવામાં આવતું હતું કારણ કે સૌથી મોટો પક્ષ સાદી બહુમતીના જાદુઈ આંકડાથી દૂર રહ્યો હતો. તેથી, તે ગઠબંધનમાં સામેલ પક્ષો પર ખૂબ આધાર રાખે છે. પરંતુ આ વખતે એવું નથી. NDA પહેલાથી જ ૧૦ અપક્ષોને સામેલ કરી ચૂકી છે અને હવે તેનો આંકડો ૩૦૦ને પાર કરી ગયો છે.
એનડીએ સરકારનું નેતળત્વ કરતી વખતે, પીએમ મોદીએ બતાવ્યું છે કે તેમની પાર્ટી નિર્ધારિત એજન્ડા સાથે આગળ વધશે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે કે સરકાર બજારને અનુકૂળ નીતિઓ અપનાવશે. ધનવેસ્ટરના સ્થાપક અનુષ્કા સોહમ બટવાલ કહે છે કે બજારનું ધ્યાન હવે સરકારના ફંડામેન્ટલ્સ અને મુખ્ય પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત થયું છે. ચૂંટણીની અનિશ્ચિતતા દૂર થઈ ગઈ છે અને પરવડે તેવા આવાસ માટેના પેકેજની મંજૂરી સાથે વડાપ્રધાન મોદીનું પરત ફરવું સૂચવે છે કે સુધારાઓ ફરીથી વેગ પકડશે. વધુમાં, ઇતિહાસ દર્શાવે છે કે ગઠબંધન સરકારોના કાર્યકાળ દરમિયાન બજારોએ સારું પ્રદર્શન કર્યું છે. દેશના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી આવક મજબૂત રહી શકે છે. ઉપરાંત, નીતિગત પહેલ અને સુધારા ચાલુ રહી શકે છે. તેથી અંદરના લોકોને કોઈ જોખમ દેખાતું નથી.
લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચૂંટણી બાદ બજાર નવી ઊંચાઈએ પહોંચશે. તેમણે દાવો કર્યો હતો કે ૪ જૂનના પરિણામો પછી સેન્સેક્સ એટલો સ્વિંગ કરશે કે શેરબજારના પ્રોગ્રામર્સ પણ થાકી જશે. ગળહમંત્રી અમિત શાહે પણ રોકાણકારોને ૪ જૂન પહેલા ખરીદી કરવાનું કહ્યું હતું અને બજાર વધશે. પરંતુ ચૂંટણી બાદ તેમના નિવેદનો રાજકીય મુદ્દો બની ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૪ જૂને શેરબજારમાં આવેલા ઘટાડાને ટાંકીને કહ્યું કે આના કારણે રોકાણકારોને ૩૧ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોંગ્રેસે કહ્યું કે બજાર ૩ જૂને વધ્યું અને ૪ જૂને ઘટયું. પાર્ટીએ માર્કેટમાં ભારે વધઘટની JPC તપાસની માંગ કરી છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
