તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ફાલ્કન ટેકનોપ્રોજેક્ટ્સ ઈન્ડિયાની પબ્લિક ઇશ્યૂથી રૂ.૧૩.૬૯ કરોડ એકત્રિત કરવાની યોજના : આજથી આઇપીઓ ખુલ્યો
કંપની પ્રતિ શેર રૂ. ૯૨ના રૂ. ૧૦ની ફેસ વેલ્યુના ૧૪.૮૮ લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે

મુંબઈ, તા.૧૯: પેટ્રોલિયમ રિફાઈનરી, હાઉસિંગ એસ્ટેટ, ન્યુક્લિયર પાવર, કન્સ્ટ્રક્શન વગેરે જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ પ્રદાન કરવામાં વિશેષતા ધરાવતી મુંબઈ સ્થિત ફાલ્કન ટેકનોપ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઈશ્યૂમાંથી રૂ.૧૩.૬૯ કરોડ સુધી એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ શરૂ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ ૧૯ જૂને સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને ૨૧ જૂને બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ આપવા માટે કરવામાં આવશે. કેફિન ટેકનોલોજીસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.રૂ.૧૩.૬૯ કરોડના આઈપીઓમાં પ્રત્યેક શેરદીઠ રૂ. ૯૨ના ભાવે રૂ. ૧૦ની ફેસ વેલ્યુના ૧૪.૮૮ લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. રૂ.૧૩.૬૯ કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. ૧૦.૨૭ કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ.૨.૮૧ કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૧૨૦૦ શેર છે જેના પગલે અરજી દીઠ મૂલ્ય રૂ.૧,૧૦,૪૦૦નું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના ૫૦ ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ ૮૪.૨૦ ટકા છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
