<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

'અજિત પવારને નિશાન બનાવ્યા તો પરિણામ ભોગવવું પડશે : NCP ભડકયુ

મુંબઇ,તા.૧૯ :  લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામમાં ભાજપ સહિત NDAને મહારાષ્ટ્રમાં ઝટકો લાગ્યો છે. ભાજપ અને સંઘના કેટલાક લોકોએ અજિત પવારની NCP સાથે ગઠબંધનને જવાબદાર ઠેરવી હતી. હવે NCPએ પણ આ વાતને લઇને પલટવાર કર્યો છે. આ સાથે જ NCPએ ચેતવણી આપી છે કે જો અમને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તો પછી અમે ગઠબંધન પર અલગ સ્ટેન્ડ લઇ શકીએ છીએ.

NCP નેતા અમોલ મિતકારીએ કહ્યું, અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્ય હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યાં છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો આ રીતે સતત અજિત પવારને ટાર્ગેટ કરવામાં આવે છે તો પછી અમારે અલગ સ્ટેન્ડ લેવા પર વિચાર કરવો પડી શકે છે.

ભાજપના ધારાસભ્યોએ પરિણામોની સમીક્ષા માટે બોલાવેલી મીટિંગમાં અજિત પવાર જૂથ સાથે ગઠબંધનને ખરાબ પરિણામ માટે જવાબદાર ગણાવ્યા હતા. આ વાતને લઇને NCP નેતા ભડકેલા છે. NCPના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપને જ નિશાના પર લીધી છે. એક નેતાએ કહ્યું કે, સંઘ સાથે શું થયું, આ તેમનો પોતાનો મુદ્દો છે. અજિત પવારને કારણે ભાજપને કોઇ નુકસાન થયું નથી. એવું બની શકે કે ભાજપ વિરૂધ્ધ લોકોના ગુસ્સાએ અમને નુકસાન પહોચાડ્યું હોય. ભાજપના નેતા સતત ૪૦૦ પાર અને બંધારણ બદલવાની વાતો કરતા હતા, તેને કારણે નુકસાન થયું છે. 

(4:46 PM IST)