News of Wednesday, 19th June 2024
કિરણ ચૌધરીની વિધાનસભા સદસ્યતા રદ કરો : કોંગ્રેસ દ્વારા વિધાનસભા સ્પીકરને લખાયો પત્ર
કિરણ ચૌધરીને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી

નવી દિલ્હી : હરિયાણામાં ભારે રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસે હરિયાણા વિધાનસભાના સ્પીકર પાસે કિરણ ચૌધરીને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.
હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના ઉપનેતા આફતાબ અહેમદ અને ચીફ વ્હીપ ભારત ભૂષણ બત્રાએ હરિયાણા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું છે કે કિરણ ચૌધરીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને તે તોશામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. હરિયાણાની ચૂંટણી લડીને તે ધારાસભ્ય બની હતી.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
