<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

જાપાનમાં ફ્લેશ ઈટિંગ બેક્ટેરિયા ભારે ભય ફેલાવી રહ્યો છે: ભારત માટે પણ આ બીમારી ખતરો બની શકે છે

જાપાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્ટ્રેપટોપ મોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ એસટીએસએસ  ભારે કહેર ફેલાયો છે. આ ખતરનાક માંદગીના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે 

ફ્લેશ ઈટિંગ બેક્ટેરિયાને કારણે આ બીમારી દુર્લભ અને બેહદ ગંભીર માનવામાં આવે છે. આ બીમારીની જપટે જડનાર વ્યક્તિનું ૪૮ કલાકમાં મૃત્યુ થાય છે. પૂર્વ એશિયાઈ દેશોમાં બે જૂન સુધીમાં આ બીમારીના ૯૭૭ કેસો સામે આવી ચૂક્યા છે ગયા વર્ષે આવા ૯૪૧ કહેશો બહાર આવેલ.

ફ્લેશ ઈટિંગ બેક્ટેરિયાની બીમારીથી મૃત્યુદર ૩૦ ટકા જેવો ગંભીર હોવાનું મનાય છે જાપાનના આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવાયા છે.

આ બેક્ટેરિયા લોહીમાં જઈને હાનિકારક ટોકસીન્સ જોડે છે. જેનાથી ઝડપભેર અને ગંભીર રિસ્પોન્સ જોવા મળે છે. માણસોના ગળામાં અથવા ચામડી ઉપર આ બેક્ટેરિયા એટેક કરે છે. આ બેક્ટેરિયાની હાજરીની ભાળ મેળવવા રેપીડ એન્ટીજન ડિટેકશન ટેસ્ટ અથવા થ્રોટ કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ બીમારીના લક્ષણમાં ભારે તાવ, કન્ફ્યુઝન ભ્રમિત થવું, લો બ્લડપ્રેશર થવું, હાર્ટ રેટ ખૂબ વધી જવા, મલ્ટી ઓર્ગન ફિલ્ટર અને કોઈપણ કારણ વિના શરીરના કોઈ એક હિસ્સામાં દર્દ થવું છે.

(7:47 PM IST)