તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th June 2024
મધ્યપ્રદેશ પોલીસના જાપ્તામાંથી NDPS-હત્યાનો આરોપી પાવાગઢના રોપ વે પાસેથી ભાગી ગયો
હાલોલ કોર્ટમાં મુદત હોવાથી, મધ્યપ્રદેશ પોલીસના 4 પોલીસકર્મીઓના જાપ્તા હેઠળ લવાયો હતો

ઘોઘંબા રાજગઢ પોલીસ મથકના NDPSના ગુના અને મધ્યપ્રદેશના હત્યાના ગુનાનો આરોપી મધ્યપ્રદેશ પોલીસના જાપ્તામાંથી, પાવાગઢ ખાતેના રોપવે પાસેથી ફરાર થયો છે.
મધ્યપ્રદેશના મનસોર જેલમાં હત્યાના ગુનાની સજા કાપી રહેલા અને ગુજરાતના ઘોઘંબાના રાજગઢ પોલીસ મથકમાં NDPSના ગુનાના આરોપીને આજે હાલોલ કોર્ટમાં મુદત હોવાથી મધ્યપ્રદેશ પોલીસના 4 પોલીસકર્મીઓના જાપ્તા હેઠળ લવાયો હતો.
હાલોલમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ આરોપી સાથે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. જ્યાથી આરોપી પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો છે. સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે, મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને ફરાર આરોપી સામે IPC કલમ 23 અને 24 મુજબ ગુનો નોંધીને, ફરાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
