<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

દિલ્હીના વાતાવરણમાં પલટો : ભારે પવન અને વરસાદથી લોકોને રાહત

છેલ્લા ઘણા દિવસોથી સતત હીટવેવથી પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો

રાજધાની દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આખરે ગુરુવારે ભારે પવન અને વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી સતત હીટવેવથી લોકો પરેશાન થઈ ગયા હતા

   દિલ્હીમાં હવામાન બદલાયું છે. ભારે પવન અને વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હળવા વરસાદથી પણ લોકોને ઘણી રાહત મળી છે.

  રાષ્ટ્રીય રાજધાનીમાં કાળઝાળ ગરમી ચાલુ હોવાથી હીટ સ્ટ્રોકના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા અને હોસ્પિટલોમાં તેનાથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

(12:48 AM IST)