News of Thursday, 20th June 2024
શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરનારા સાથે ક્યારેય નહીં જાઉં : એનડીએમાં જોડાવવાની અટકળ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી
શિવસેના -યુબીટીના સ્થાપના દિવસ કાર્યક્રમનું મુંબઈના સાયનમાં ષણમુખાનંદ ઓડિટોરિયમમાં આયોજન : ઉદ્ધવ ઠાકરેએ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

મુંબઈ : શિવસેના--યુબીટીના સ્થાપના દિવસના કાર્યક્રમનું આયોજન મુંબઈના સાયનમાં ષણમુખાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ વિજેતા સાંસદોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે લોકોએ શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે તેની સાથે હું ક્યારેય નહીં જઈશ. અમે ભારતમાં ગઠબંધન સરકાર બનાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઉદ્ધવ એનડીએનો હિસ્સો બની શકે છે. બીજી તરફ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ શિવાજી મહારાજનું મહારાષ્ટ્ર છે. અમે તમારા જેવા કટ્ટરપંથી સામે ઝૂકીશું નહીં.
પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના નેતાઓને જીતવામાં મદદ કરવા બદલ હિન્દુ, મુસ્લિમ, શીખ, દલિત અને તમામ લોકોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે જ્યાં સુધી અયોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી વિધાન પરિષદની 11 બેઠકો માટે વિધાનસભ્યો દ્વારા ચૂંટાઈને મતદાન ન થવું જોઈએ.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
