<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

'NEET કાઉન્સિલિંગ અટકાવાશે નહીં :સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકાર અને NTAને નોટિસ ફટકારી :9 જુલાઈએ આગામી સુનાવણી

NTAએ વિનંતી કરી છે કે આ મામલે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે

નવી દિલ્હી : NEET 2024 પરિણામના NEET પરીક્ષા કેસ પર સુપ્રીમ કોર્ટમાં પણ આજે સુનાવણી. કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. NTAએ વિનંતી કરી છે કે પરીક્ષા સંબંધિત મામલાને લઈને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે,,કોર્ટ હવે આ મામલે 8 જુલાઈએ સુનાવણી કરશે

  NEET માં કથિત હેરાફેરી સંબંધિત મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં અરજીઓની યાદી લાંબી થઈ રહી છે. દરમિયાન, કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. NTAએ વિનંતી કરી છે કે આ મામલે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે

   સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા NTAને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કેસોમાં હાઈકોર્ટ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ફરીથી કહ્યું કે તે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકશે નહીં.

(11:59 AM IST)