<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

બિહારમાં ૬૫ ટકા અનામતનો કાયદો રદ

સરકારે OBC-EBC-SC-ST માટે અનામત ૫૦% વધારી ૬૫% કર્યુ હતુ : પટણા હાઇકોર્ટની નીતિશ સરકારને ફટકાર

પટના, તા.૨૦: પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો છે.  હાઈકોર્ટે બિહારના કાયદાને રદ કર્યો છે તેમજ પટણા હાઈકોર્ટે નિતિશ સરકારને ફટકાર લગાવી છે. જેમાં પછાત વર્ગો, અત્‍યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવામાં આવી હતી. કોર્ટે બિહાર રિઝર્વેશન ઑફ વેકેન્‍સીસ ઇન પોસ્‍ટ્‍સ એન્‍ડ સર્વિસીસ (એમેન્‍ડમેન્‍ટ) એક્‍ટ, ૨૦૨૩ અને બિહાર (શૈક્ષણિક સંસ્‍થાઓમાં એડમિશનમાં અનામત) (સુધારા) એક્‍ટ, ૨૦૨૩ને કલમ ૧૪, ૧૫ અને ૧૬ હેઠળ સમાનતાની કલમનું ઉલ્લંઘન કરનાર તરીકે ફગાવી દીધી હતી. છે.

ચીફ જસ્‍ટિસ કે. વિનોદ ચંદ્રન અને ન્‍યાયમૂર્તિ હરીશ કુમારે ૨૦૨૩માં બિહાર વિધાનસભા દ્વારા લાવવામાં આવેલા સુધારાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપ્‍યો હતો. તમને જણાવી દઈએ કે જ્‍યારે નીતીશ કુમાર મહાગઠબંધન સરકારમાં સીએમ હતા ત્‍યારે રાજ્‍ય સરકારે એસસી, એસટી, ઓબીસી અને પછાત વર્ગો માટે ૬૫ ટકા આરક્ષણ આપ્‍યું હતું, જેને હવે હાઈકોર્ટે રદ કરી દીધું છે. આ પછી હવે લોકોને ૬૫ ટકા જાતિ આધારિત અનામત નહીં મળે.

અનામતના મામલે ગૌરવ કુમાર અને અન્‍ય કેટલાક અરજદારોએ અરજી દાખલ કરી હતી, જેના પર ૧૧ માર્ચે સુનાવણી બાદ પટના હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્‍યો હતો, જે આજે સંભળાવવામાં આવ્‍યો હતો. મુખ્‍ય ન્‍યાયાધીશ કેવી ચંદ્રનની ડિવિઝન બેંચે ગૌરવ કુમાર અને અન્‍ય અરજીઓ પર લાંબી સુનાવણી હાથ ધરી હતી, ત્‍યારબાદ આજે એટલે કે ૨૦ જૂને હાઈકોર્ટનો નિર્ણય આવ્‍યો.

(3:23 PM IST)