<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારાના વિરોધમાં કર્ણાટકમાં ભાજપનું 'રાસ્ત રોકો' આંદોલન: બેંગલુરુમાં સાયકલ યાત્રા

ભાજપના સતત વિરોધ વચ્ચે રાજ્ય સરકાર પહેલાથી જ લીધેલા નિર્ણય પર અડગ

નવી દિલ્હી : કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારતા ભાજપે વિરોધ વ્યક્ત કર્યો છે, આ વિરોધ સાથે હવે રસ્તા પર ઉતરી આવ્યા છે,  કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ભાજપ વિરોધ કરી રહી છે, પરંતુ આજે પણ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો નથી. ભાજપ સતત માંગણી કરી રહ્યું છે." મુખ્યમંત્રી પોતાનો નિર્ણય પાછો લે તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર પહેલાથી જ લીધેલા નિર્ણય પર અડગ છે, આજે પણ અમે સમગ્ર રાજ્યમાં 'રાસ્ત રોકો'નું આયોજન કર્યું છે. અમે બેંગલુરુમાં સાયકલ યાત્રા કાઢી છે

(1:18 PM IST)