News of Thursday, 20th June 2024
રપ૦૦ વર્ષ પહેલા મહાભૂકંપે બદલ્યો હતો ગંગા નદીનો જળ માર્ગ
પહેલા ઢાકાથી ૧૦૦ કીલોમીટર દૂર ગંગા (પદમા) હતીઃ અત્યારે પ૦ કીલો મીટર દૂર છે

એમ્સટર્ડેમ તા. ર૦: લગભગ રપ૦૦ વર્ષ પહેલા ભયાનક ભૂકંપના કારણે ગંગા નદીનો રૂટ બદલાઇ ગયો હતો. આવા ભૂકંપથી તેનો રૂટ ફરી પણ બદલાઇ શકે છે. એક નવા રિસર્ચમાં આવો ભય વ્યકત કરાયો છે. બાંગ્લાદેશમાં ગંગાને ‘‘પદમા''ના નામથી ઓળખવામાં આવે છે. તે ઢાકાથી પ૦ કીલોમીટર દૂર દક્ષિણમાં વહે છે.
વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ઇમેજથી જાણ્યું કે કયારેક તે ઢાકાથી ૧૦૦ કીલોમીટર દૂર વહેતી હતી. રીસર્ચમાં જણાવાયું છે કે વહેણમાં ફેરફારથી નવી નદી ચેનલ બની અને જૂની નદી બંધ થઇ ગઇ. આવું સાત અથવા આઠના રીકટર સ્કેલના ભૂકંપને કારણે થયું હતું.
નેધરલેંડની વેગેનિંગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના ‘‘નેચર કોમ્યુનિકેશન'' જર્નલમાં છપાયેલ રિસર્ચ અનુસાર પહેછલા એ સાબિત નહોતું થયું કે ભૂકંપ નદીના ડેલ્ટામાં કાપ લાવી શકે છે.
રિસર્ચરોનું કહેવું છે કે મોટા નદી નેટવર્કનો ભૂકંપ પ્રેરિત ફેરફાર તેની આસપાસના નિચલા વિસ્તારો માટે મોટું જોખમ છે. ભારતમાં ગંગાની સહાયક નદી કોસીએ ર૦૦૮માં પુર દરમ્યાન ૧ર૦ કીલોમીટરથી વધારે માર્ગ બદલ્યો હતો. તેનાથી ૩૦ લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા હતા. અને રપ૦થી વધારેના જીવ ગયા હતા. બંગાળ બેઝીનમાં આવી કુદરતી આપત્તિઓ વધારે વિનાશકારી બની શકે છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
