<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

બિહાર વિધાનસભા ચુંટણીમાં એનડીએ અને ઇન્‍ડીયા બન્‍નેનો થઇ જશે સફાયો

પ્રશાંત કિશોરે ફરી કરી ભવિષ્‍યવાણીઃ પોતાનો પક્ષ જન સુરાજ જીતવાનો કર્યો દાવો

પટણા તા. ર૦: રાજકીય વિશ્‍લેષક અને જનસુરાજના સંયોજક પ્રશાંત કિશોર લાંબા અરસાથી બિહારમાં રાજકીય રીતે સક્રિય છે. લોકસભા ચુંટણી ર૦ર૪ સમાપ્‍ત થયા પછી હવે પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી બીજી ઓકટોબરે પોતાનો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ર૦ર૪ લોકસભાની ચુંટણી માટે તેમણે કરેલી આગાહીઓ ખોટી પડી હતી.

પ્રશાંત કિશોરના આ બયાન પછી બિહારના રાજકીય ગલિયારામાં ચર્ચાઓ અને અટકળો શરૂ થઇ છે. તેમણે ભાજપાના નેતૃત્‍વવાળા એનડીએ અને વિપક્ષોના ઇન્‍ડીયા ગઠબંધનને સીધો પડકાર આપતા તે બિહારમાંથી સાફ થઇ જશે તેવી ભવિષ્‍યવાણી કરી છે.

જનસુરાજના સંયોજક પ્રશાંત કિશોરે પોતાનો પક્ષ બનાવવાની જાહેરાત કરવાની સાથે કહ્યું કે આવતા વર્ષે થનાર બિહાર વિધાનસભાની ચુંટણીમાં એનડીએ અને ઇન્‍ડીયા ગઠબંધન સંપૂર્ણ પણે સાફ થઇ જશે. તેમણે દાવો કર્યો કે આ વખતે બિહાર વિધાનસભામાં તેમના પક્ષને જનતા જીતાડશે.

તેમણે એ પણ કહ્યું કે અમારો પક્ષ બિહાર વિધાનસભા ચુંટણી ર૦રપમાં મત કાપનાર પક્ષ તરીકે નહીં હોય. એનડીએ અથવા ઇન્‍ડીયા ગઠબંધનમાંથી તમે કોના મત કાપશો એવું મને પુછનારને હું કહેવા માંગુ છું કે આ વખતે જનસુરાજ સંપૂર્ણપણે જનતા સાથે અને જનતા જનસુરાજ સાથે છે.

(2:56 PM IST)