<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

ભારતમાં દર કલાકે ર૪૦ લોકોના જીવ લે છે વાયુપ્રદુષણ

દર કલાકે ર૦ બાળકોના મોતઃ યુનિસેફનો રિપોર્ટઃ વિશ્‍વમાં થતા કુલ મોતોમાં ૧ર ટકા મોતનું કારણ વાયુપ્રદુષણ

નવી દિલ્‍હી તા. ર૦: પૃથ્‍વી, પર્યાવરણ અને જીવન માટે બધા પ્રકારના પ્રદુષણો ખતરનાક છે, પણ વાયુ પ્રદૂષણ સૌથી વધારે ઘાતક છે. બુધવારે યુનિસેફ અને હેલ્‍થ ઇફેકટસ ઇન્‍સ્‍ટીટયુટના રિપોર્ટ ‘‘સ્‍ટેટ ઓફ ગ્‍લોબલ એર ર૦ર૪''એ તે પુરવાર કર્યું છે.

ચોંકાવનારી વાત એ છે કે રિપોર્ટમાં વર્ષ ર૦ર૧ના આંકડાઓ લેવાયા છે, જયારે કોરોનાના લીધે રેલ્‍વે, રોકડ અને એર ટ્રાફીક અપેક્ષા કૃત ઓછો હતો. રિપોર્ટ કહે છે કે ર૦ર૧માં વાયુપ્રદૂષણથી દુનિયામાં ૮૧ લાખ મોત થયા હતા. જેમાંથી અડધા મોત ચીન અને ભારતમાં થયા હતા. આના કારણે ચીનમાં ર૩ લાખ અને ભારતમાં ર૧ લાખ લોકોના જીવ ગયા હતા. વાયુપ્રદુષણની જીવન ગુમાવનારા પાંચ વર્ષ સુધીના બાળકોની સંખ્‍યા ભારતમાં સૌથી વધારે હતી. ર૦ર૧માં આ આયુ વર્ગ-૧,૬૯,૪૦૦ બાળકોના મોત વાયુ પ્રદૂષણથી થતી બિહારીઓના કારણે થયા, જે કુપોષપણ પછી સૌથી મોટું કારણ છે.

ર૦૦થી વધારે દેશ અને વિસ્‍તારોમાંથી એકઠા કરાયેલ આંકડાઓના આધારે તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં જણાવાયું છે કે મોતનું સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે. તેના પછી હાઇ બીપી અને તમાકુ જેવા કારણો આવે છે.

કેવી રીતે અસર કરે છે વાયુ પ્રદૂષણ

જેનોવ્‍યાસ ર.પ માઇક્રોમીટરથી ઓછો હોય તેવા સૂક્ષ્મ કણ, ફેફસામાં રહી જાય છ ે અને રકત પ્રવાહની સાથે શરીરમાં ફેલાય છે. તેનાથી ઘણી અંગ પ્રણાલીઓને અસર થાય છે અને હૃદયરોગ, સ્‍ટ્રોક, ડાયાબીટીસ, ફેફસાનું કસન્ર તથા ક્રોનીક ઓબ્‍સ્‍ટ્રકટફીવ પલ્‍મોનરી ઠડીસીઝ (અસીઓપીડી) જેવી બીનચેપી બિમારીઓ થાય છે.

(3:33 PM IST)