News of Thursday, 20th June 2024
જીંદગીભરની તકલીફ આપી શકે છે ઇયર ફોન-બડ્સ
મોટા અવાજે સંગીત સાંભળવું શરીર માટે ખૂબજ નુકસાનકારક સાવધાન

જયપુર તા. ર૦: ઇયર ફોન્સ, બ્લૂ ટ્રુથ બડસ અને હવે પોડસ આ બધી ડીવાઇસનો તમને પણ શોખ હશે. સવારે આંટો મારવા નીકળ્યા હોય કે ઓફીસકામમાં કામ કરતા હોય સૌ પહેલા આપણે આપણાં ઇયરફોન્સ શોધીએ છીએ. પણ શું તમે વિચાર્યું છે કે થોડા સમયનો આનંદ આપને જીવનભરની બહેરાશ આપી શકે છે. અત્યારે નાની ઉંમરના લોકો પણ હીયરીંગ લોસનો સામનો કરી રહ્યા છે.
હાલમાં જ મશહુર ગાયિકા અલ્કા યાજ્ઞિક સેંસરીનુરલ નર્વ હિયરીંગ લોસ બિમારીનો શિકાર બની છે. તેમણે લોકોને પણ અપિલ કરી છે કે તેજ અવાજમાં સંગીત સાંભળવાથી બચો.
નિષ્ણાંતો અનુસાર તેજ અવાજમાં કલાકો સુધી પોતાના મોબાઇલ, કોમ્પ્યુટર અને અન્ય ગેમીંગ ઉપકરણોનો ઉપયોગ કરવાથી નાની વયમાં જ સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે. પહેલા ૬૦-૬પ વર્ષની વયે આ તકલીફ જોવા મળતી હતી જે હવે યુવાઓ અને નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
