News of Thursday, 20th June 2024
દેશમાં ૭ દાયકાનો સૌથી લાંબો ઉનાળોઃ હીટવેવ ચાલુ
ઉત્તર-પશ્ચિમી, પૂર્વોતર તથા હિમાચલ રિઝયનમાં ગરમી ભુકકા બોલાવી રહી છેઃ ૧૯પ૧ બાદ ‘‘લૂ''નો પ્રકોપ આ વર્ષે ચોમાસુ બેસી ગયા છતાં પણ યથાવત અનેક રાજયોમાં તાપમાનનો પારો ૪પ-૪૬ ડિગ્રીને વટાવી ચૂકયોઃ ગુજરાત-મધ્ય પ્રદેશના દક્ષીણે અટવાયેલ ચોમાસુ આગળ વધવાની સંભાવના હજુ ઓછી છે

નવી દિલ્હી તા. ર૦: દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીએ કહેર વરસાવ્યો છે. ઉત્તર-પશ્ચિમી રાજયોના પ૦ ટકા વિસ્તારોમાં ૧૯પ૧ બાદ લૂ સૌથી લાંબો સમય ચાલી છે.હવામાન ખાતાના ૩૩ દિવસના આંકડાઓ મુજબ આ વર્ષે ગરમીએ ૭ દાયકાનો રેકોર્ડ તોડયો છે. ઉત્તર-પશ્ચિમી રાજયો સાથે પૂર્વોતર અને હિમાલય રીઝયનના રાજયોમાં પણ આકરી ગરમી પડી રહી છે. હીટવેવનો પ્રકોપ સતત ચાલુ છે. ચોમાસામાં મોડું થવાથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલહી, યુપી સહીત રાજયોમાં ઉનાળો સૌથી લાંબો ચાલી રહ્યો છે.
આ વખતે રાત્રીના તાપમાનમાં પણ અસામાન્ય વધારો થયો છે. હવામાન ખાતાના ડાયરેકટર મહાપાત્રા મુજબ દિવસનું તાપમાન ખુબજ વધુ છે. એવામાં સ્વાભાવિક રૂપે રાત ઠંડી નથી થઇ શકતી. જો ગુરૂતમ તાપમાન ૪પ-૪૬ ડિગ્રી વચ્ચે હોય તો રાતનું તાપમાન સામાન્ય રહેવાની તમે આશા ન રાખી શકો.
દરમિયાન ઘણા દિવસોથી ગુજરાત અને મધ્ય પ્રદેશના દક્ષીણી સમાએ અટકેલું ચોમાસુ આગળ વધે તેવી સંભાવના હજુ ઓછી છે. જોકે મુંબઇમાં ગત રાત્રે વરસાદ ાસરી નિશાની આપી છે. આ વર્ષે દેશનો ર૪ ટકા ભાગ-પાંચ સૌથી લાંબા ગરમ સમયમાં સામેલ છે જયારે ૩ર ટકા ૧૦ માં ૪૦ ટકા ર૦ માં અને રપ ટકાથી વધુના વિસ્તારોમાં આ વર્ષે દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી લઘુતમ નોંધાયેલ.રાજધાની દિલ્હીમાં દિવસ જ નહીં પણ રાતના તાપમાને પણ ૧૩ વર્ષનો ગરમીનો રેકોર્ડ તોડયો છે. ગઇકાલે દિલ્હીમાં લઘુતમ તાપમાન ૩પ.ર ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્યથી ૮ ડિગ્રી વધુ રહેલ. અગાઉ ર૦૧૧માં રાત્રીનાું લઘુતમ તાપમાન ૩પ.ર ડિગ્રી નોંધાયું હતું.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
