તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 20th June 2024
૬૦ થી વધુ મહિલાઓ પાણીમાં યોગ કરશે
કાલે રાજકોટમાં યોગદિનની અનોખી ઉજવણી ૧ર વર્ષથી ૭૦ વર્ષ સુધીના બહેનો જોડાશે : છેલ્લા પ થી વધુ વર્ષથી મનપા દ્વારા એકવા યોગનું આયોજન : સાધુ વાસવાણી રોડ ઉપરના જીજાબાઇ મહિલા સ્વીમીંગ પુલ ખાતે સવારે ૭ કલાકે આયોજન : તાડાસન, વૃક્ષાસન, ત્રીકોણાસન સહિતના વિવિધ ૧પ આસનો કરવામાં આવશે : એક પેરાલીસીસ તથા ચેમ્પીયન મહિલા પણ જોડાશે : આકર્ષણનું કેન્દ્ર બનશે : પાણીમાં યોગ કરવાથી અનેક ફાયદાઃ આરતી બેન

આવતીકાલે ર૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાધુ વાસાવણી રોડ પર આવેલ શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર ખાતે મહિલાઓ દ્વારા એકવાયોગાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સંપૂર્ણ માહિતી અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મનપાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, મહિલા કોર્પોરેટર દક્ષાબેન વસાણી, ભારતીબેન પરસાણા, રૂચીતાબેન જોશી, વર્ષાબેન રાણપરા, જયોત્સનાબેન ટીલાળા, રસીલાબેન સાકરીયા, સોનલબેન સોલારા તથા યોગ શિક્ષીકા આરતીબેન માંડલીયા સહિતના મહિલા આગેવાનો આપતા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ર૦ : યોગ એ આપણી ભારતીય સંસ્કળતિની સમગ્ર વિશ્વને દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧-મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧-મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને શહેરભરમાં પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧-મી જુન વિશ્વ યોગ દિવસ નિમિતે શહેરના પાંચ સ્થળોએ, યોગ તથા મહિલા ઓ દ્વારા એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્વ યોગ દિવસ' નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગારૅ સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા સ્નાનાગારમાં એવા યોગાનું આયોજન કરેલ છે. આરતી માંડલીયા ઓનર ઓફ પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના માર્ગદર્શન હેઠળ એવા યોગાનું આયોજન કરેલ છે. જેમાં શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર' માં ૧ર થી ૭૦ વર્ષથી વર્ષ સુધીની વય જૂથની ૫૦ જેટલી મહિલાઓ પાણીની અંદર એક્વા યોગૉ કરશે. યોગ પ્રોટોકોલમાં દર્શાવ્યા મુજબના વિવિધ આસનો ઉપરાંત- ઊભા રહીને કરવાના આસનો, બેસીને કરવાના આસનો, ઊંધા સુઈને તેમજ સીધા સુઈને કરવાના આસનોનો સમાવેશ થાય છે. ‘‘એક્વા યોગા'' સવારે ૭ કલાકેથી શરૂ થશે અને સતત ૪૫ મિનિટ સુધી પાણીમાં રહીને કરવામાં આવશે. અંતમાં પ્રાણાયામ અને ધ્યાન સાથે ‘‘એક્વા યોગા'' નું સમાપન થશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ શહેરની મહિલાઓ/બહેનોને આ ખાસ કેટેગરીના ‘‘એક્વા યોગા'' નિહાળવા ‘શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ ખાતે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
મહિલાઓ દ્વારા કરવામાં આવનાર ‘‘એક્વા યોગા'' કાર્યક્રમ નિહાળવા શહેરભરની મહિલાઓ ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક આજ શિક્ષણ સમિતિ ચેરમેન સમિતિ ચેરમેન રસિલાબેન સાકરિયા, બાગ-બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો દક્ષાબેન વસાણી, રૂચીતાબેન જોશી, ભારતીબેન પરસાણા,જ્યોત્સનાબેન ટીલાળા, પ્રિયમ યોગ ફિટનેશ સ્ટુડીયોના આરતીબેન માંડલીયા અને વર્ષોંબેન રાણપરાએ અકિલા કાર્યાલય ખાતે ‘‘એકવા યોગા'' કાર્યક્રમની વિગતો પુરી પાડી હતી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
