<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મને શાહરૂખ અને સલમાન ખાન સાથે હિરોઇન બનવાની તક કેમ ન આપી ? એટલે મુંબઇ પરનો આતંકી હુમલો યોગ્‍ય

મુંબઇ ખુબ જ નકામું શહેર છે એક મિનિટનો વીડિયો સોશ્‍યિલ મીડિયા પર વાયરલ : કેરળની લેખિકાના નફરતભર્યા નિવેદનો

તિરુવનંતપુરમ, તા.૨૦: કેરળના તિરુવનંતપુરમમાં રહેતી લેખિકા એશલિન જીમીએ નફરત ભર્યું નિવેદન આપ્‍યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં પાકિસ્‍તાની આતંકવાદી હુમલા યોગ્‍ય છે. પોતાના નિવેદનને યોગ્‍ય ઠેરવવા તેણે જે દલીલો આપી છે તે હેરાન કરનારી અને આશ્‍ચર્યજનક છે. તે કહે છે કે તેને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે હીરોઈન તરીકે કામ કરવાની તક મળી નથી, તેથી મુંબઈ પરનો હુમલો વ્‍યાજબી છે.તેમની વાતચીતનો એક મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે એક યુવક સાથે ઓનલાઈન વાતચીત કરતી જોવા મળે છે. જ્‍યારે તેણીને પૂછવામાં આવ્‍યું કે તમે ભારતમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ સાથે કેવી રીતે સહમત છો. ભારત અને મુંબઈ માટે તમારા દિલમાં આટલો નફરત કેમ છે? તેણીને એમ પણ પૂછવામાં આવ્‍યું હતું કે તમે ભારતમાં આવતા આતંકવાદીઓ દ્વારા લોકોની હત્‍યાનું સમર્થન કેમ કરો છો, પરંતુ તમે પેલેસ્‍ટાઈનમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓનું સમર્થન કેમ નથી કરતા?આ સવાલોના જવાબમાં એશલીને કહ્યું કે હું મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા લોકોને મારવાની ઘટનાનું સમર્થન કરું છું. મુંબઈ ખૂબ જ નકામું શહેર છે. જો મુંબઈના લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરતા હોય તો તેમણે મને ફિલ્‍મમાં કામ કરવાની તક આપવી જોઈતી હતી. તેણે મને ફોન કેમ ન કર્યો? તેઓએ મને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે હિરોઈન બનવાની તક કેમ ન આપી?

(5:03 PM IST)