<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

નીટ-યુજીસી નેટ મુદે દિલ્‍હીમાં વિદ્યાર્થી સંગઠનોનો હંગામોઃ અટકાયત

નવી દિલ્‍હીઃ તા. ૨૦ જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો ના કાર્યકર્તાઓ દ્વારા નીટ-યુજીસી નેટમુદે દિલ્‍હી માં વિદ્યાર્થી સંગઠનો દ્વારા હંગામો કરવામાં આવ્‍યો હતો. પોલીસે આ પ્રદર્શનકારી ઓની અટકાયત કરવામા આવી હતી.

'PM મોદી પેપર લીક રોકવામાં નિષ્ફળ... ', NEET વિવાદમાં રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર

: NEET પરીક્ષા બાદ હવે NETની પરીક્ષામાં પણ ગેરરીતિના અહેવાલ સામે આવ્યા છે. જેના પછી પરીક્ષાના એક દિવસ બાદ નેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ હવે ફરી એકવાર આક્રમક મૂડમાં પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. 


રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ પ્રણાલીનું પણ ડિમોનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. ન્યાયી શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે. આ મુદ્દે સંસદ ગજવીશું. NEET અને UGC NETનું પેપર લીક થયું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું હતું. મોદીએ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પણ અટકાવી દીધા હોવાના અહેવાલ આવ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં થતા પેપર લીક અટકાવી શકતા નથી. 


રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. વ્યાપમ કૌભાંડ મધ્ય પ્રદેશમાં થયું અને નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તેને આખા દેશમાં ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે સમગ્ર વાઈસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને ભાજપ અને તેમની પેરેન્ટ્સ ઓર્ગેનાઈઝેશને કેપ્ચર કરી રાખ્યું છે.

 

 

(6:04 PM IST)