તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 20th June 2024
આસામમાં પૂરના કારણે હાહાકાર : ચારેબાજુ પાણી પાણી : બે લાખ લોકો પુરથી પ્રભાવિત
આસામમાં પૂરના કારણે ખરાબ સ્થિતિ :રાજ્યના 19 જિલ્લા પૂરની ઝપેટમાં :કરીમગંજમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

આસામમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે પૂરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ સતત વણસી રહી છે. આસામના 19 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ઘણા જિલ્લાઓમાં, પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે અથવા તો નાશ પામ્યા છે.
પૂર્વોત્તર રાજ્યોમાં સતત ભારે વરસાદને કારણે આસામ આ દિવસોમાં પૂરની ઝપેટમાં છે. ગત મંગળવારે કરીમગંજના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ-પ્રશાસને ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ રૈમૂન નેસા, શાહિદા ખાનુમ, ઝાહિદા ખાનુમ, હમીદા ખાનુમ અને નવાલિક મહેંદી હસન તરીકે થઈ હતી.
કોપોલી અને બ્રહ્મપુત્રા સહિત અન્ય ઉપનદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે પૂરની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. 28 મેથી આસામમાં તોફાન, પૂર અને અન્ય કુદરતી આફતોના કારણે 26 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તામુલપુરમાં બાંગુરી માટંકા નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે વાંસનો પુલ ધોવાઈ ગયો હતો, જેના કારણે ઘણા ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. કરીમગંજ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો હોવાનું કહેવાય છે. બીજી તરફ ક્રામ્સ બિશ્વનાથ, લખીમપુર, હોજાઈ, બોંગાઈગાંવ, નલબારી, તામુલપુર, દરરંગ, ધેમાજી, ગોલપારા, હૈલાકાંડી, નાગાંવ, ચિરાંગ, કોકરાઝાર અને ઉદલગુરી જિલ્લાના લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ASDMA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 19 જિલ્લાઓમાં બે લાખથી વધુ લોકો પૂરની દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, જ્યારે પૂરના કારણે ત્રણ હજાર હેક્ટરથી વધુ પાકને પણ નુકસાન થયું છે. જો કે રાજ્યના 19 જિલ્લાના 48 મહેસૂલી વર્તુળોના 980થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. ઘણા જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનથી રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
