<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

NTAમાં જે પણ દોષી સાબિત થશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : ધર્મેન્દ્ર પ્રધાન

પટના પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચશે :વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં સરકારને સોંપાશે

નવી દિલ્હી : NEET UG વિવાદો વચ્ચે શિક્ષણ મંત્રાલયે બુધવારે UGC NET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે NEET અને NET પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદોને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, પટના પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા જઈ રહી છે. વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં ભારત સરકારને આવશે. હું ખાતરી આપું છું કે રિપોર્ટમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. NTAમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(8:24 PM IST)