News of Thursday, 20th June 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ લોકસભાના સભ્ય ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં સ્પીકર પદ માટે ડી પુરંદેશ્વરી, રાધા મોહન સિંહ અને ભર્ત્રીહરિ મહતાબના નામ પર ચર્ચા થઈ રહી છે આ ચર્ચા વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે રાષ્ટ્રપતિએ કલમ 95(1) હેઠળ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. સ્પીકર ચૂંટાય ત્યાં સુધી તેઓ આ પદ પર કામ કરશે.
કિરેન રિજિજુએ પણ ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિએ સુરેશ કોડીકુન્નીલ, ટીઆર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયને કલમ 99 હેઠળ પ્રોટેમ સ્પીકરના સહાયક તરીકે નિયુક્ત કર્યા છે, જેથી તેઓ 18મા સ્પીકર તરીકે લોકસભાના સાંસદોની શપથવિધિ કરાવી શકે .
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
