<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોને અસર : પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો

બોઈસર-ઉમરોલી સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનો 20-30 મિનિટ, 'વિરાર-દહાણુ સેક્શન પર ટ્રેનો 20-25 મિનિટ તેમજ મધ્ય રેલવેની લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી

મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ટ્રેક પર પાણી જમા થવાને કારણે બોઈસર-ઉમરોલી સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનો 20-30 મિનિટ મોડી દોડી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે 'વિરાર-દહાણુ સેક્શન પર ટ્રેનો 20-25 મિનિટ મોડી દોડી રહી છે. તેમજ મધ્ય રેલવેની લોકલ ટ્રેનો 10 મિનિટ મોડી ચાલી રહી છે.'

હવામાન વિભાગે (IMD) વરસાદને લઈને એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ ભારે વરસાદની તેમજ 22થી 25 જૂન સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બોરીવલીમાં 171 મિ.મી, દહિસરમાં 134 મિ.મી, કાંદિવલીમાં 121 મિ.મી, મલાડમાં 106 મિ.મી અને મીરારોડમાં 99 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે પાલઘરમાં 130 મિ.મી, બોઈસરમાં 105 મિ.મી વરસાદ નોંધાયો હતો.

(9:13 PM IST)