<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

યુદ્ધ અટકાવવાનો દાવો કરનારા પેપરલીક રોકવામાં નિષ્ફ્ળ : રાહુલ ગાંધીએ કર્યા પીએમ મોદી પર પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું-તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી, જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે

નવી દિલ્હી : કૉંગ્રેસ  નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે UGC NEET UG પરીક્ષામાં કથિત પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, "તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી છે. જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે.

  પીએમ મોદી આ લીકને રોકી શકતા નથી. એક પરીક્ષામાં ગેરરીતિ બાદ તમે રદ કરી ચૂક્યા છો. ખબર નહી કે અન્ય પરીક્ષા રદ થશે કે નહીં, પરંતુ આ માટે કોઈને કોઈ જવાબદાર છે અને કોઈને પકડવા જોઈએ.

  રાહુલ ગાંધીએ કહ્યું, "નીટ પેપર અને યુજીસી-નેટ પેપર લીક થયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું.પીએમ  મોદીએ ઈઝરાયેલ અને ગાઝામાં યુદ્ધ પણ અટકાવ્યું હતું. પરંતુ કોઈક કારણમાં ભારતમાં પેપરો લીક થઈ રહ્યા છે તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી અથવા રોકવા માંગતા નથી.

બિહારમાં પેપર લીકના આરોપીઓની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલા જ કહ્યું છે કે તપાસ થવી જોઈએ અને જેણે પણ પેપર લીક કર્યું તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે આગામી સંસદ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી.

(9:24 PM IST)