News of Thursday, 20th June 2024
UGC NET પરીક્ષા કેસમાં મોટી કાર્યવાહી: સીબીઆઈએ નોંધ્યો કેસ
18મી જૂને લેવાયેલી આ પરીક્ષાનું પેપર લીક થયું આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી : CBIએ UGC નેટ પરીક્ષા મામલે કેસ નોંધ્યો છે. 18મી જૂને લેવાયેલી આ પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ કેસની તપાસની જવાબદારી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી હતી. આ અંગે મંત્રાલયે કહ્યું હતું કે પરીક્ષા રદ કરવામાં આવી હતી કારણ કે એવી માહિતી મળી હતી કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે
આ વખતે નેટની પરીક્ષા એક જ દિવસે (18 જૂન) પેન અને પેપર મોડમાં લેવામાં આવી હતી. જેમાં 11 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ માટે માહિતી શેર કરવામાં આવશે
. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે કહ્યું હતું કે આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. એજન્સીઓ પાસેથી અમને મળેલી માહિતી દર્શાવે છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે UGC-NET અને NEET-UG પરીક્ષાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી પેપર લીકને રોકવામાં અસમર્થ છે અથવા તો ભારતીય જનતા પાર્ટી અને તેની માતૃત્વ સંસ્થા સાથે જોડાયેલા લોકો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો કરવામાં આવ્યો છે
તેમણે કહ્યું કે જ્યાં સુધી આ સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી પેપર લીક થવાનું બંધ નહીં થાય. આગામી લોકસભા સત્રમાં વિપક્ષ પેપર લીકનો મુદ્દો ઉઠાવશે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. આ સરકાર મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડને સમગ્ર દેશમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
