News of Thursday, 20th June 2024
સુપર-8માં ભારતની વિજયી શરૂઆત, અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું :અર્ષદીપ અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી
પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી અર્શદીપ સિંહે છેલ્લા બોલ પર નૂર અહેમદની વિકેટ લીધી

મુંબઈ : ટી -20 વર્લ્ડકપ-2024માં સુપર-8માં ભારતની વિજયી શરૂઆત થઇ છે આજે ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું છે રોમાંચક મેચમાં અર્ષદીપ અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી અફઘાનિસ્તાનની બેટિંગ લાઈન તોડી હતી,
પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી, અર્શદીપ સિંહે છેલ્લા બોલ પર નૂર અહેમદની વિકેટ લીધી હતી અને અફઘાનિસ્તાનને ઓલ આઉટ કરી હતી
અર્શદીપ સિંહે છેલ્લા બોલ પર નૂર અહેમદની વિકેટ લીધી અને આ રીતે અફઘાનિસ્તાનની આખી ઇનિંગ માત્ર 134 રનમાં સમેટાઈ ગઈ. ટીમ ઈન્ડિયાએ આ મેચ 47 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે 3-3 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 53 રન અને હાર્દિક પંડ્યાના 24 બોલમાં 32 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 08 રન, વિરાટ કોહલીએ 24 રન અને રિષભ પંતે 20 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબે સાત બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.
આ પછી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે 37 બોલમાં 60 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યાએ 27 બોલમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. તે 28 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યાએ 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 189.28 હતો.
જ્યારે પંડ્યાએ 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે 2 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. આ ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. બીજી તરફ અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હકને 1 સફળતા મળી હતી.
ભારતીય ટીમની મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ટીમે 11 રનમાં રોહિત શર્મા (8)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી ઋષભ પંત (20) અને વિરાટ કોહલી (24) એ ટીમને થોડી કંટ્રોલ કરી લીધી. પરંતુ 90 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
