<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st June 2024

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: હરિયાણાની 2 સીટોના EVM ચેક થશે: બંને બેઠકો પર ભાજપની જીત

કોંગ્રેસના ઉમેદવારોની ફરિયાદ બાદ ચૂંટણી પંચે હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટો પર EVM ચેક કરાવવાનો નિર્ણય લીધો

 

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હરિયાણાની 2 લોકસભા સીટો પર ચૂંટણીમાં EVM ખરાબ થવાની ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને મોટો નિર્ણય લીધો છે. ફરિયાદ બાદ ECIએ હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટના EVM ચેક કરવાનો નિર્ણય લીધો છે. આ બંને બેઠકો (કરનાલ અને ફરીદાબાદ) ભાજપના ઉમેદવારોએ જીતી છે.

  અહેવાલો અનુસાર, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણાની 2 લોકસભા સીટોના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ચેકિંગને લઈને મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, ચૂંટણી દરમિયાન ગેરરીતિની શક્યતા અંગે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ, ECIએ હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા સીટો પર EVM ચેક કરાવવાનો નિર્ણય લીધો છે. 

    સાડા નવ વર્ષ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહેલા મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી જીત્યા. હવે તેઓ મોદી કેબિનેટમાં મંત્રી બન્યા છે. ફરીદાબાદ લોકસભા સીટ પર બીજેપીના કૃષ્ણ પાલ ગુર્જરનો વિજય થયો છે. તેમને મોદી કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.

  કરનાલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજા વતી ચૂંટણી પંચને પત્ર લખીને ઈવીએમની તપાસની માંગણી કરવામાં આવી હતી.ફરીદાબાદથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પ્રતાપ સિંહે પણ ગેરરીતિનો ભય વ્યક્ત કર્યો હતો. આ પછી ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. આ લોકસભા બેઠકો પરથી કોંગ્રેસના બંને ઉમેદવારો ચૂંટણી હારી ગયા હતા.

(12:37 AM IST)