News of Friday, 21st June 2024
હવે ભજનલાલ સરકારે ત્રણ નવા જિલ્લાની રચનાનો નિર્ણય રદ કર્યો : ગેહલોત સરકારનો નિર્ણય બદલ્યો
હવે આ આદેશ બાદ કોંગ્રેસની અશોક ગેહલોત સરકારના કુચામણ, માલપુરા અને સુજાનગઢની રચના કરવાના નિર્ણય પર પાણીઢોળ થયું

રાજસ્થાનમાં, અગાઉની ગેહલોત સરકારે ચૂંટણીલક્ષી લાભ લેવા માટે 22 નવા જિલ્લાઓની જાહેરાત કરી હતી, હવે ભજનલાલ સરકારે 3 નવા જિલ્લાઓની રચના રદ કરી છે
. રાજસ્થાનની ભજનલાલ સરકારે કોંગ્રેસ સરકાર દ્વારા જાહેર કરાયેલા ત્રણ નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ભજનલાલે ત્રણ નવા જિલ્લાની રચનાનો નિર્ણય રદ કર્યો છે.
હવે આ આદેશ બાદ કોંગ્રેસની અશોક ગેહલોત સરકારના કુચામણ, માલપુરા અને સુજાનગઢની રચના કરવાનો નિર્ણય બરબાદ થઈ ગયો છે.
રાજસ્થાનની ભાજપ સરકારે એક મોટો નિર્ણય લેતા ત્રણ નવા જિલ્લા કુચામન, માલપુરા અને સુજાનગઢની રચના રદ્દ કરી દીધી છે. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલીન કોંગ્રેસ સરકારે આ ત્રણ જિલ્લાની રચના કરવાની જાહેરાત કરી હતી.
ભાજપ સરકારે નવા જિલ્લાઓની રચના માટે બનાવેલી ઉચ્ચસ્તરીય સમિતિનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આ ત્રણ જિલ્લાની રચનાની શક્યતા ખતમ થઈ ગઈ છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
