<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

તમિલનાડુમાં ગેરકાયદેસર દારૂના કારણે 32 દલિત સહીત 56 લોકોના મોત : ભાજપે કહ્યું- રાહુલ -પ્રિયંકા ચૂપ કેમ છે ?

બીજેપી સાંસદ સંબિત પાત્રાએ વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા :તેમણે કહ્યું કે આ મામલો ખૂબ જ દુઃખદ અને ગંભીર છે.

તમિલનાડુના કલ્લાકુરાચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારણે મૃત્યુઆંક વધ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) DMK અને કોંગ્રેસ પર આક્રમક બની છે. બીજેપી સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલો ખૂબ જ દુઃખદ અને ગંભીર છે.

  તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારણે 56 લોકોના મોત થયા છે. જેમાંથી 32 થી વધુ દલિત સમાજના હતા. ભાજપે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રશ્નો પૂછ્યા

   ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે અમે તમિલનાડુના સમાચારો પર ચર્ચા કરવા આવ્યા છીએ. આ ઝેરી દારૂની દુર્ઘટના તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની છે. આ ઘટનામાં 56 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણાની હાલત ગંભીર છે. લગભગ 200 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે 

   તેમણે કહ્યું કે આ આટલો મહત્વનો મુદ્દો છે અને મને આશ્ચર્ય થાય છે કે મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડીએમકે અને ગઠબંધનના તમામ લોકો આ મુદ્દે મૌન છે. જો 32 થી વધુ દલિતોની હત્યા થાય તો હું તેને હત્યા કહીશ. આ મૃત્યુ નથી

(9:20 AM IST)