<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુએ સૌ પ્રથમ નરેન્દ્રભાઈને અને પ્રો ટેમ સ્પીકરને શપથ લેવડાવ્યા: પ્રધાનમંડળના ૭૨ સભ્યો સહિત સાંસદો શપથ લઇ રહ્યા છે લોકસભાનું સત્ર શરૂ

સામાન્ય ચૂંટણી પછી, પ્રથમ લોકસભા સત્ર આજથી શરૂ થયું છે. સંસદમાં શપથવિધિ કાર્યક્રમ માટેનો ક્રમ નીચે પ્રમાણે છે:

 • સવારે દસ વાગ્યે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને શપથ લેવડાવી રહ્યા છે.

 • સવારે ૧૧ વાગે સાંસદોની શપથવિધિ માટે લોકસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે

 • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શપથ લીધા અને ત્યારબાદ  પ્રોટેમ સ્પીકર પેનલ શપથ લઇ રહી છે.

 • ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પ્રધાનમંડળના ૭૨ પ્રધાનો શપથ લેવાનું શરૂ કરશે.

 • સાંસદોને તેમના રાજ્યો અનુસાર મૂળાક્ષરોના ક્રમમાં શપથ લેવડાવવામાં આવશે: ન્યુઝ ફર્સ્ટ

(9:42 AM IST)