તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th June 2024
HIV પોઝિટીવ દુલ્હને પાંચ લોકો સાથે મનાવી સુહાગરાત
પોલીસ મહિલા સાથે સુહાગરાત મનાવનારને શોધી રહી છેઃ આ તમામના ટેસ્ટ કરાવશે

લખનૌ,તા. ૨૪: પヘમિ યુપીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ઉત્તરાખંડની એક દુલ્હન કે જેણે લગ્નના નામે અનેક લોકોને લુટ્યા હતા, તેને પોલીસે પકડીને જેલમાં મોકલી મોકલી છે. હવે લૂંટેરી દુલ્હનએ પોલીસને જે કહ્યું તે સાંભળીને લોકો ચોંકી ગયા છે. વાસ્તવમાં તે લૂંટેરી દુલ્હન HIV પોઝીટીવ છે. આ જાણ થતાં યુવતી સાથે લગ્ન કરનારા પાંચેય વરરાજા ટેન્સનમાં આવી ગયા છે. આ યુવકોએ તેની સાથે લગ્ન કરી છેતરાયા હતા. પોલીસ હવે મહિલા સાથે સુહાગરાત મનાવનારને શોધી રહી છે. પોલીસ આ તમામના ટેસ્ટ કરાવશે જેણે આ મહિલા સાથે લગ્ન કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉત્તરાખંડના રૂદ્રપુર વિસ્તારની રહેવાસી એક મહિલા યુપીના લગ્ન ઇચ્છુક ભોળા યુવકોને જાળમાં ફસાવતી હતી. યુવકો સાથે લગ્ન કરી બાદમાં તેમને લૂંટીને ફરાર થઇ જતી હતી. આ છેતરપિંડીમાં મહિલા એકલી નહી પરંતુ આખી ગેંગ કામ કરતી હતી. ગયા મહિને લગ્ન ઇચ્છુક યુવકો સાથે લૂંટના બનાવો વધ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને મહિલા અને તેની ગેંગના વધુ સાત લોકોની ધરપકડ કરી હતી. પોલીસે મહિલાને જેલમાં મોકલી આપી હતી. જયારે મહિલાએ કહ્યું કે તે એચઆઈવી પોઝીટીવ છે, ત્યારે પોલીસ ચોકી ઉઠી હતી. મહિલા HIV પોઝીટીવ હોવાના સમાચારથી પોલીસ પ્રશાસનમાં ભૂકંપ સર્જાયો છે.
પોલીસે તુરંત આરોગ્ય વિભાગના કર્મચારીઓને બોલાવીને મહિલાની તપાસ કરાવી. ટેસ્ટમાં મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ હવે મહિલા પાસેથી તે લોકોના નામ જાણવાનો પ્રયાસ કરી રહી છે જેમની સાથે તેણે સુહાગરાત મનાવી છે.
મહિલાએ પોલીસને તે પાંચ દુલ્હાઓ વિશે પણ જણાવ્યું કે જેમની સાથે તેણે લગ્ન કર્યા અને લૂંટનો શિકાર બનાવી ચુકી છે. પોલીસ આ તમામ દુલ્હાને શોધી તેમનો ટેસ્ટ પણ કરાવશે.
પોલીસે જણાવ્યું હતું કે લુટેરી દુલ્હન તેના સંબંધીઓ સાથે મળીને પહેલા પૈસાદારો સાથે સંપર્ક વધારતી હતી અને પછી તેમને ફસાવતી હતી. કુંવારા લોકોને જાળમાં ફસાવી તેમની સાથે લગ્ન કરતી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા એટલી શાતિર છે કે લગ્ન કરીને થોડા દિવસો સુધી તેના સાસરિયાના ઘરે રહેતી હતી. સાસરીમાં બધાનો વિશ્વાસ કેળવીને મોકો મૃતા જ કિમતી દાગીના ચોરીને ભાગી જતી હતી. આ પછી મહિલા બીમાર પડી ત્યારે તપાસ કરવામાં આવી તો તે ણ્ત્સ્ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
