<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

બબ્‍બે સિલિન્‍ડર માથે લઈને ડાન્‍સ કરે છે આ બહેન

 

નવી દિલ્‍હી,તા. ૨૪: સોશ્‍યલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો જાતજાતના નાચ નાચતા કે નચાવતા હોય છે, પણ એક બહેનનો ડાન્‍સ તો યુનિક છે. માથે બે-ચાર બેડાં લઈને ડાન્‍સ કરતી રાજસ્‍થાની બહેનો તો ઘણી જોઈ હશે, પણ @_neetu_5650 નામના યુઝરનેમ ધરાવતી એક મહિલા માથે સિલિન્‍ડર ઊંચકીને ડાન્‍સ કરતો વિડિયો શેર કરે છે. અને હા, એકાદ સિલિન્‍ડર નહીં, બબ્‍બે સિલિન્‍ડર અને એના માથે એક બેડું ઊંચકીને ઠૂમકા લગાવે છે. લોકોને નવાઈ લાગે છે કે સિલિન્‍ડરને સંતુલિત કરવા ઉપરાંત એનું વજન ઊંચકવા જેટલી ગળાની મજબૂતાઈ કેવી રીતે આ બહેને કેળવી હશે? થોડા સમય પહેલાં આ બહેને માથા પર કાચના સાત-આઠ ગ્‍લાસ એકની ઉપર એક મૂકીને એના પર ઘડો બેલેન્‍સ કરીને ડાન્‍સ કરતો વિડિયો બનાવ્‍યો હતો. એ ડાન્‍સ કરતી વખતે કાચના ગ્‍લાસનો ટાવર હવામાં ઝૂલતો હતો, પણ પડ્‍યો નહોતો.

(9:50 AM IST)