તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
‘‘પ્રેમ ના ફુલો''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
દ્વૈતનું અતિક્રમણ - સાક્ષીભાવથી
પ્રિય યોગ પ્રેમ.
પ્રેમ અસ્તિત્વ છે ધૂપ-છાયા.આશા-નિરાશા સુખ દુઃખ જન્મ મૃત્યુ.
અર્થાત અસ્તિત્વ છે દ્વૈત. વિરોધી ધ્રુવોની ખેંચતાણ.વિરોધી સ્વરોનું
સંગીત.
પરંતુ તેને એવું જાણવું, ઓળખવું અનુભવ કરવું -તેનાથી પાર
થઇ જવું છે.
આ અતિક્રમણ (Transcen dence) જ સાધના છે.
આ અંતિક્રમણની પ્રાપ્તિ જ સિદ્ધિ છે.
આ અતિક્રમણનું સાધનાસુત્ર છેઃ સાક્ષીભાવ.
કર્તાને વિદાય કરો.
અને સાક્ષીમાં જીવો.
નાટકને જુઓ- નાટકમાં ડૂબો નહી.
અને જોનાર દ્રષ્ટામાં ડૂબો
પછી દશ્યમાં જ રહી જાય છે સુખઃદુઃખ, જન્મ -મૃત્યુ.
પછી તેઓ સ્પર્શતા નથી- સ્પર્શી શકતા નથી.
તેમના તાદાત્મ્ય (Identity) માં જ બસ બધી ભૂલ છે. બધું
અજ્ઞાન છે.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
