News of Monday, 24th June 2024
સિલ્વાન પ્લાયબોર્ડની પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ.૨૮.૦૫ કરોડ એકત્રિત કરવાની યોજના : આઈપીઓ ખુલ્યો

મુંબઈ, તા.૨૪: પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલી અને પ્લાયવુડ, બ્લોક બોર્ડ અને ફ્લશ ડોર જેવા લાકડાની વિવિધ -ોડક્ટ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી સિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ એસએમઈ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. ૨૮.૦૫ કરોડ સુધી એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ ૨૪ જૂને સબસ્ક્રીપ્શન માટે ખુલશે અને ૨૬ જૂને બંધ થશે. આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ભંડોળ માટે કરવામાં આવશે, જેમાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓનો સમાવેશ થાય છે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.
રૂ. ૨૮.૦૫ કરોડના ફ્રેશ ઇશ્યૂમાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ સાથેના ૫૧ લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેની કિંમત રૂ.૫૫ પ્રતિ શેર છે. ઇશ્યૂમાંથી મળેલી આવકમાંથી પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે રૂ. ૩.૭૧ કરોડ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. ૧૬.૯૩ કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. ૪.૩ કરોડ ફાળવવામાં આવશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૨,૦૦૦ શેર છે, જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. ૧,૧૦,૦૦૦ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકાર ક્વોટા નેટ ઓફરના ૫૦ ટકા નક્કી કરવામાં આવ્યો છે. હાલનું ૯૯.૮૦ ટકા પ્રમોટર હોલ્ડિંગ ઇશ્યૂ પછી ઘટીને ૭૧.૨૩ ટકા થઈ જશે
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
