News of Monday, 24th June 2024
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી: ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું : હવે ઈંગ્લેન્ડ સામે થશે મહામુકાબલો
રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગ : ટીમ ઈન્ડિયાએ પોતાના ગ્રુપ-1માં પ્રથમ સ્થાન મેળવીને અંતિમ 4માં જગ્યા બનાવી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સુપર-8ની તેની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતતા અટકાવ્યું અને આ સાથે તેણે સતત બીજા વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. ટીમ ઈન્ડિયાએ પોતાના ગ્રુપ-1માં પ્રથમ સ્થાન મેળવીને અંતિમ 4માં જગ્યા બનાવી છે, જ્યાં હવે તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ સાથે ટીમ ઈન્ડિયા પાસે હવે 2 વર્ષ જૂની હારનો બદલો લેવાની તક પણ હશે.
સુપર-8ની પોતાની પ્રથમ અને બીજી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચશે તે નિશ્ચિત જણાતું હતું. તેમ છતાં, તેણે તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાની જરૂર હતી. જો તેઓ જીતી ન શક્યા તો પણ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 15.2 ઓવરમાં જ જીતતા અટકાવવી પડી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 15.2 ઓવરમાં જ જીતતા રોકી ન હતી, પરંતુ તેને હરાવવામાં પણ સફળ રહી હતી. અને તેને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દેવાની આરે પણ મૂકી દીધો.
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ રમાઈ રહી છે. આ મેચ ગ્રૉસ આલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારતે 5 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ આપ્યો છે.
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 205 રન કર્યા છે. ટીમની શરુઆત ઘણી જ ખરાબ રહી હતી. ભારતે 6 રને વિરાટ કોહલીની શૂન્યમાં જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતની સાથે મળીને 38 બોલમાં 87 રનની પાર્ટનરશિપ કરી ટીમને સંભાળી.
આ સાથે જ રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી. જો કે તે સેન્ચુરી બનાવતા ચુક્યો હતો. રોહિતે આ મેચમાં 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ દરમિયાન રોહિતે 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 31, શિવમ દુબેએ 28, હાર્દિક પંડયા 27 રન કરીને નોટઆઉટ રહ્યો. ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ લીધી. જ્યારે જોશ હેઝલવુડને 1 વિકેટ મળી.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
